રાજકોટ ખાતે આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ એઇમ્સ અને જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેરસભામાં હજારો લોકોની મેદની ઉમટવાની હોય આ માટે ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા ૧૪૦૦ એસટી બસ ફાળવવામાં આવનાર છે, દરમિયાન સમગ્ર રાયમાંથી એસટી બસમાં આવેલા મુસાફરો આરામથી સભા સ્થળે પહોંચી શકે અને સભા પૂર્ણ થયા બાદ તેમની બસના પાકિગ લોકેશન સુધી પહોંચી શકે તે માટે બસમાં આવનાર તમામને કયુઆર કોડ આપવામાં આવનાર છે.
એકંદરે જંગી મેદની એકત્રિત થનાર હોય સભા સ્થળે પહોંચવામાં કે સભા પૂર્ણ થયે બસ સુધી પહોંચવામાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સવિશેષ તકેદારી લેવામાં આવી છે તેમ રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું.
પાકિગ માટે પાંચ મેદાન
રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૪૦૦ એસટી બસના પાકિગ માટે (૧) વિરાણી હાઈસ્કૂલ મેદાન (૨) ડીએચ કોલેજ મેદાન (૩) શાક્રી મેદાન (૪) ચૌધરી હાઇસ્કૂલ મેદાન અને (૫) જામનગર રોડ ઉપર સ્પેશ્યલ હોમ ફોર બોય્ઝના મેદાન સહિતના સ્થળે વ્યવસ્થા કરાઇ છે. જર પડે વધુ મેદાનો પણ રિઝર્વ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે
કઇ તરફથી આવતી એસટી બસોએ મુસાફરોને કયા સ્થળે ઉતારવાના?
રાજકોટ એસટી ડિવિઝનના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમની સભા માં આવતી બસોએ રાજકોટ શહેરમાં ત્રણ સ્થળે મુસાફરોને ઉતારવાના રહેશે જેમાં (૧) કોટડા સાંગાણી, લોધિકા, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જામ કંડોરણા તરફથી આવતી એસટી બસોમાં આવનારને કિસાન પરા ચોક ખાતે (૨) રાજકોટ તાલુકાના ગામો તેમજ જસદણ, વીંછીયા, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને તરફથી આવતી એસટી બસોમાં આવનારને જિલ્લા પંચાયત ચોક ખાતે અને (૩) મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ તરફથી આવનારને બહત્પમાળી ભવન ચોક ખાતે ઉતારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech