અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ પુતિનને ખરાખરીની સંભળાવી દીધા બાદ પુતિનને બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ ઘુંટણીયા ટેકવી રશિયાએ જાહેરાત કરી છે કે તે શાંતિ પ્રયાસો અને સંબંધો સુધારવા માટે અમેરિકા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ખૂબ 'ગુસ્સે' છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો પુતિન રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો અમેરિકા તેમની પાસેથી તેલ ખરીદનારા તમામ દેશો પર 50 ટકાનો વધારાનો ટેરિફ પણ લાદી શકે છે. ટ્રમ્પનો આ તીવ્ર ગુસ્સો રશિયા માટે એક મોટો સંદેશ હતો, જેણે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી.હવે ટ્રમ્પના આ નિવેદન બાદ રશિયાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા ભવિષ્યમાં અમેરિકા સાથેના સંબંધો સુધારવા અને સહયોગ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. પેસ્કોવે કહ્યું, 'અમે અમેરિકન પક્ષ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.
યુક્રેન યુદ્ધ પર ચર્ચા ચાલુ
રશિયાએ એ પણ સ્પષ્ટતા કરી કે અમેરિકા અને રશિયા બંને યુક્રેનના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને શાંતિ કરાર તરફ કામ કરી રહ્યા છે. રશિયાના મતે, આ બંને દેશો વચ્ચે સહયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.જોકે, રશિયાએ હજુ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કર્યું નથી, આ વાતચીતના બીજા દિવસે ખાર્કિવ પર હુમલો કર્યો અને યુક્રેને રશિયા સામે ડ્રોન હુમલાઓથી જવાબ આપ્યો. યુદ્ધના આ વાતાવરણમાં, બંને દેશો વચ્ચે શાંતિ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
યુક્રેનને સ્વીડનનું લશ્કરી સહાય પેકેજ
દરમિયાન, સ્વીડને યુક્રેનને ૧.૨ બિલિયન પાઉન્ડના લશ્કરી સહાય પેકેજની પણ જાહેરાત કરી છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે. સ્વીડિશ સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ પગલાથી યુક્રેન માટે સ્વીડનનો ટેકો વધુ મજબૂત બનશે.એ સ્પષ્ટ છે કે યુક્રેન યુદ્ધમાં અમેરિકા અને રશિયાની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે અને સંઘર્ષના ઉકેલમાં બંને દેશો વચ્ચે સહયોગની આશા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech