પુષ્પા તિરુપતિની જેલમાંથી ભાગી ગયો, ફેન્સ તેને શોધી રહ્યા છે

  • April 06, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • પુષ્પા-2ના મેકર્સે ટુંકી વીડિયો ક્લિપ રિલીઝ કરી વધારી ઉત્સુક્તા
  • આખો વીડિયો અલ્લુના બર્થડે પહેલાં 7મીએ રિલીઝ કરવાની જાહેરાત

 

આજકાલ પુષ્પા ઝુકેગા નહીં સાલા આ શબ્દ દરેક નવજુવાનિયાઓના મોઢે જોવા મળે છે. દક્ષિણના આઇકોન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મની આ ટેગલાઈન અને એક્શન આજનો નવો ટ્રેન્ડ બની ગયો છે.  મૂવીના પહેલા પાર્ટ બાદ હવે ફેન્સ 'પુષ્પા 2'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે પુષ્પા 2 મોકૂફ રાખવામાં આવી શકે છે, પરંતુ એવું લાગે છે કે મેકર્સ ચાહકોનું દિલ તોડવા માંગતા નથી. તેથી જ 'પુષ્પા 2'નો લેટેસ્ટ વિડીયો શેર કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે.


હાલમાં જ પ્રોડક્શન હાઉસે પુષ્પા 2ની એક ક્લિપ રિલીઝ કરી છે. આ ક્લિપ જોઈને લોકો એ જાણવા ઉત્સુક છે કે પુષ્પા ક્યાં છે? આ વિડીયોને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે મેકર્સ પુષ્પાની સિક્વલની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવા જઈ રહ્યા છે.


એકદમ ટુંકી વિડીયો ક્લિપમાં દર્શાવાયું છે કે પુષ્પા તિરૂપતિની જેલમાંથી ભાગી ગયો છે અને હવે ગુમ છે. આવી સ્થિતિમાં ચાહકોએ પુષ્પા ક્યાં છે, તેની શોધ શરૂ કરી દીધી છે. ફિલ્મ પ્રોડ્યુસર્સે જણાવ્યું કે તેઓ 7 એપ્રિલે સાંજે 4.05 વાગ્યે આખો વિડીયો શેર કરશે.


પુષ્પા-ધ રાઇઝ ડિસેમ્બર 2021માં રિલીઝ થઈ હતી. અલ્લુ અર્જુન પુષ્પા રાજની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે દેશમાં ભારે તરખાટ મચાવ્યો હતો. આ ફિલ્મના ગીતોથી લઈને ડાયલોગ્સ બધું જ ચાહકોને પસંદ આવ્યું હતું. મૂવીમાં રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન સાથે જોવા મળી હતી. આજે રશ્મિકાના બર્થડે પર આ ક્લિપ આવ્યા બાદ તેનો ખુલાસો પણ આ સપ્તાહે જ થવાની સંભાવના છે.



નોંધનીય છે કે અલ્લુ અર્જુનનો 8મી એપ્રિલે જન્મદિવસ છે. આમ મેકર્સ પુષ્પા ધ રૂલથી ફેન્સને સરપ્રાઈઝ આપી શકે છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે પુષ્પા 2 સ્થગિત થઈ શકે છે. 'પુષ્પા'ના આગળના ભાગનું શૂટિંગ બંધ થઈ ગયું છે અને ફિલ્મ મોકૂફ રાખવામાં આવી છે. આ અહેવાલ અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે પુષ્પાની સિક્વલ આ વર્ષના અંત સુધીમાં રીલિઝ થવાની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application