'પુષ્પા 2 ધ રૂલ' પાછી ઠેલાશે

  • June 13, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



15 ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થવાની શક્યતા નહિવત



હાલમાં સાઉથની ફિલ્મો લોકો વચ્ચે ઘણી ચર્ચાનો વિષય બની છે. કેટલીક જગ્યાએ પ્રભાસના નામના પડઘા છે તો કેટલીક જગ્યાએ રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મોની રાહ જોવાઈ રહી છે. સાથે જ આ રાહ જોવાતી સાઉથની ફિલ્મોની યાદીમાં ટોચ પર છે પુષ્પાઃ ધ રૂલ. આ ફિલ્મને 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મેકર્સ પોસ્ટ પ્રોડક્શન પર જોરશોરથી કામ કરી રહ્યા છે.

જાણીતું છે કે તાજેતરમાં જ ફિલ્મના બે ગીતો રિલીઝ થયા છે અને બંને ગીતોએ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. રિપોર્ટ તો એમ પણ છે કે રિલીઝ પહેલા જ આ ફિલ્મે 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ દરમિયાન ફેન્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' પર કામ હજુ પૂરું થયું નથી. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન વર્ક હજુ પૂર્ણ થયું નથી અને હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 2 મહિના બાકી છે, સવાલ એ છે કે શું ફિલ્મ સમયસર રિલીઝ થશે કે કેમ

એ તો જાણીતું જ છે કે શૂટિંગની સાથે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન બે એડિટર્સે આ ફિલ્મ છોડી દીધી. આમ છતાં ટીમ અન્ય એડિટર સાથે મળીને કામ અટકાવ્યા વગર તૈયારીઓ કરી રહી છે. હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 2 મહિના બાકી છે, આવી સ્થિતિમાં દરેકનો સવાલ એ છે કે શું ફિલ્મ સમયસર રિલીઝ થશે? હવે આનો જવાબ પણ મળી ગયો છે.

એક રિપોર્ટ અનુસાર 'પુષ્પાઃ ધ રૂલ' અત્યારે શૂટિંગ મોડમાં છે અને અલ્લુ અર્જુન જૂન સુધીમાં શૂટિંગ પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યો છે. પરંતુ ટીમને હાલમાં શૂટિંગ પૂર્ણ કરવા માટે વધુ એક મહિનાનો સમય જોઈએ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુકુમાર અને તેમની ટીમે કેટલાક સીન ફરીથી ડિઝાઇન કર્યા છે જેનું તાજેતરમાં ફરીથી શૂટ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં, એવા અહેવાલ હતા કે ફિલ્મના એડિટર કાર્તિક શ્રીનિવાસે આ પ્રોજેક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમની જગ્યાએ નવીન નૂલી હવે એડિટ કટમાં વ્યસ્ત છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુકુમાર હજુ પણ ફિલ્મમાં કરવામાં આવેલા VFX કામથી સંતુષ્ટ નથી. 'પુષ્પા 2'નું શૂટિંગ જુલાઈના અંત સુધી થશે આવી સ્થિતિમાં 15 ઓગસ્ટે ફિલ્મને પડદા પર લાવવી સંપૂર્ણપણે અશક્ય બની જશે.
જોકે, મેકર્સ દ્વારા હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ નવી રિલીઝ ડેટ અંગે કોઈ ચર્ચા થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application