પોરબંદર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ખારવા સમાજના પુર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહેલે ધારાસભ્ય સહિત પાલિકાને કરેલી રજુઆતના પગલે સુભાષનગર-બોખીરા રોડ પર સફાઈ અભિયાનની કામગીરી ધમધમી છે.
પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને પોરબંદર ખારવા સમાજના પુર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહેલે જણાવ્યું હતુ કે,પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીને લકડીબંદર પુલથી સુભાષનગર રોડ તેમજ બોખીરા સ્મશાનવાળા રોડ ઉપર જંગલી બાવળ રોડ ઉપર ઉગી ગયેલા હતા,તેને સાફ કરવા માટે તેમજ લકડીબંદર પાસે ઢગલાબંધ કચરો પડ્યો હતો,તેને ઉપાડવા માટે ધારાસભ્ય અર્જુનભાઈં મોઢવાડિયા અને ચેતનાબેન તિવારીએ તેમજ તેની સેનીટેશન વિભાગના ચેરમેન લાખાભાઈ ખુંટીને પણ ટેલીફોનિક વાતચીત કરવામાં આવી હતી,
તાત્કાલિક હુકમ કરેલ હતો તેમજ પોરબંદર માછીમાર બોટ એસોસિયેશન દ્વારા પણ અવારનવાર આ રજુઆત કરતા તાત્કાલિક કામ કરવા માટે સુચના આપવામાં આવી હતી, ગુજરાત મેરીટાઇમ બોર્ડના એન્જિનિયર વિભાગમાં તેમજ નગરપાલિકાના સફાઈ વિભાગમાં ધારાસભ્ય અર્જુનભાઈં મોઢવાડિયા અને ચેતનાબેન તિવારીએ સુચના આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech