કુતિયાણામાં ટેકાના ભાવે ઘંઉની ખરીદી ગોકળગાયની ગતિએ

  • April 13, 2021 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કુતિયાણામાં સરકારે ટેકાના ભાવે ઘંઉ ખરીદીનું કેન્દ્ર શ કર્યુ છે ત્યાં ખેડૂતોને વેઠવી પડતી મુશ્કેલી અંગે કોંગ્રેસના આગેવાનોએ રજુઆત કરી છે જેમાં ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું હોવાથી આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારી છે.
કુતિયાણા તાલુકામાં સરકારે ટેકાના ભાવે ઘંઉ ખરીદીનું સેન્ટર શ કર્યુ છે જે તા. 1/4 થી શ થયું છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 60 ખેડૂતોના ઘંઉની ખરીદી થઇ છે તેમ જણાવીને જીલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરા અને આગેવાનો કુતિયાણા ટેકાના ભાવે ઘંઉની ખરીદી થાય છે ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા એવું બહાર આવ્‌યું હતું કે, 1ર80 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે પરંતુ 1ર દિવસમાં માત્ર 60 ખેડૂતોના જ ઘંઉની ખરીદી થઇ છે આથી તેઓએ બે દિવસમાં ખેડૂતોના ઘંઉની સમયસર ખરીદી નહીં થાય તો આંદોલન થશે તેવી ચેતવણી આપી છે જેમાં દરરોજ 60 ખેડૂતોના ઘંઉની ખરીદી થાય તેવી માંગ થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS