ઢોલી તારો ઢોલ વાગે,ઢોલ વાગે....આગામી દિવસોમાં નવરાત્રી નજીક આવી રહી છે જ્યારે સંગીતના સાધનોની ઘરાકી વધી છે. વિવિધ પ્રકારના સંગીતના સાધનોની માંગમાં વધારો થયો છે અને તેમાં શહેર કરતા ગ્રામ્ય વિસ્તારની ઘરાકી વધુ રહે છે તેમ ભાવનગર શહેરના હાઇકોર્ટ રોડ નજીક આવેલી ડબગર શેરીના એક વેપારીએ જણાવ્યું હતું.
નવરાત્રી એટલે માતાજીની ભક્તિ અને રાસ ગરબા નો તહેવાર છે. રાસ ગરબા માટે ખાસ કરીને વિવિધ પ્રકારના સંગીતના સાધનોની જરૂર રહે છે.રાસ ગરબામાં અને ભવાઈના કાર્યક્રમોમાં ઢોલ, તબલા, કેસિયો,ખંજરી,મંજીરા,સ્પીકર પેટી સહિતના વિવિધ સાધનોથી રમઝટ જામે છે અને રાસ ગરબા લેનારા અને જોનારાને ખૂબ જ આનંદ મળે છે.
આથી નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સંગીતના વિવિધ પ્રકારના સાધનોની ઘરાકી વધી છે તેમ ભાવનગર શહેરના હાઇકોર્ટ રોડ નજીક આવેલી ડબગર શેરીમાં આવેલી ૮૦ વર્ષ કરતા જૂની દુકાન શાંતિલાલ ભગવાનદાસ એન્ડ સન્સના વેપારી કનુભાઈ પરમારે જણાવ્યું હતુ.
આ અંગે કનુભાઇએ જણાવ્યું હતુ કે શ્રાવણ માસમાં, ગણેશ ઉત્સવ,મહોરમ વખતે અને હાલ શ્રાદ્ધ પક્ષમાં સત્સંગ મંડળોનીપણ ઘરાકી સારી રહી છે.હવે જ્યારે આગામી દિવસોમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સંગીતના વિવિધ પ્રકારના સાધનોની ઘરાકી વધી છે.તેઓ હાલ નગારાને પાઉડર કોટીંગ કરી રહ્યા છે.અન્ય સંગીતના સાધનો બનાવવા ઉપરાંત રીપેરીંગ કામ પણ ચાલે છે.
સંગીતના વિવિધ સાધનો હાલ વેચાઈ રહ્યા છે.જેમાં સ્ટીલનો ઢોલ રૂ.૧૧૦૦થી ૧૨૦૦,અન્ય ઢોલ અને ઢોલકી રૂ.૧૫૦૦થી ૧૮૦૦,તબલાની જોડી રૂ.૫૦૦૦થી ૫૫૦૦,મંજીરા રૂ.૧૦૦થી૩૦૦, જાંજ રૂ.૩૫૦,રામસાગર રૂ. ૩૦૦૦થી ૩૫૦૦,ગાર્ડન છત્રી રૂ. ૧૨૦૦થી૧૭૦૦, ઇલેક્ટ્રિક કેશિયો રૂ. ૫૦૦૦ થી૫૫૦૦,સ્પીકર પેટી નાની રૂ.૩૦૦૦ થી ૩૫૦૦ જ્યારે મોટી પેટી રૂ.૬૫૦૦ના ભાવે વેચાઇ રહી છે. નવરાત્રિ દરમિયાન રાસ ગરબાના કાર્યક્રમ તેમજ ભવાઈ( વેશ)ના કાર્યક્રમોમાં સંગીતના વિવિધ પ્રકારના સાધનોની જરૂરિયાત વધુ રહે છે.શહેર કરતા ગ્રામ્ય વિસ્તારની ઘરાકી વધુ રહે છે કારણકે ગામડાઓમાં હજુ ભવાઇના કાર્યક્રમો મોટા પ્રમાણમાં થાય છે,જ્યારે ભાવનગર શહેરમાં થોડા વર્ષોથી ભવાઈ કાર્યક્રમ હવે બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે.અગાઉ ભાવનગર શહેરની સંગીતના સાધનોની ઘરાકી વધુ રહેતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech