મગફળીની મોટા પ્રમાણમાં ટેકાના ભાવે સરકારે ખરીદી કર્યા પછી અત્યારે ઘઉં અને તુવેર દાળની ટેકાના ભાવે ખરીદીનો ઇસ્યુ કૃષિ ક્ષેત્રમાં ભારે ચર્ચામા છે. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 16 માર્ચના રોજ પૂરી થઈ ગઈ છે પરંતુ ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખી સરકારે તેમાં તારીખ 5 એપ્રિલ સુધીનો મુદત વધારો કર્યો છે. બીજી બાજુ ટેકાના ભાવે ચાલતી તુવેરદાળની ખરીદીની પ્રક્રિયાને એકાએક બંધ કરી દેવામા આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ રોકડિયા પાક તરીકે જેની ગણતરી થાય છે તેવા તુવેરના પાકનો ભાવ સિઝનની શરૂઆતમાં રૂપિયા 1800 થી 2000 સુધીનો હોય છે. પરંતુ સરકારે એકાએક વિદેશથી કઠોળની આયાત વધુ સરળ બનાવતા તુવેરદાળની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવી છે અને તેના કારણે તુવેરદાળના ભાવ સરકારે જાહેર કરેલા પ્રતી ક્વિન્ટલના રુ. 1,510 કરતા પણ નીચે ઉતરી ગયા છે.
એકધારા વરસાદના કારણે તુવેરનો પાક બજારમાં મોડો આવ્યો છે. રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોનો જ્યારે વારો આવ્યો ત્યારે તેમની પાસે તુવેરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા પછી આ બાબતે ખેડૂતોના સંગઠનો દ્વારા કૃષિમંત્રી અને નાફેડ સમક્ષ રજૂઆત કરીને તારીખ 31 માર્ચ સુધી ખરીદ કેન્દ્રો ચાલુ રાખવા માગણી કરવામાં આવી હતી. મૌખિક રીતે આ માગણીનો સ્વીકાર કરાયો હતો. પરંતુ તારીખ 17 માર્ચના રાત્રે 12 વાગ્યાથી આ માટેનું પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે ખરીદી પણ બંધ થઈ ગઈ છે.
બીજી બાજુ રવિ માર્કેટિંગ સિઝન 2025- 26 માટે ઘઉંની ટેકાના ભાવે સરકારે ખરીદી માટેની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રતિ કવિન્ટલ રૂપિયા 2425નો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. 16 માર્ચની મુદત પૂરી થઈ ગયા પછી પણ ઘણા ખેડૂતો રજિસ્ટ્રેશનમાં રહી ગયા હોવાની ફરિયાદ ઉઠતા સરકારે તારીખ 5 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશનની મુદત લંબાવી છે. ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિસિટી દ્વારા આધાર કાર્ડ અધ્યતન ગામ નમુના સાત બાર, આઠ અ ના દાખલા, બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક જેવા પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે. રજીસ્ટ્રેશન થયા પછી ખેડૂતોને એસએમએસ.થી માલ લઈ આવવા માટે જાણ કરવામાં આવશે. આમ છતાં જો આ પ્રક્રિયામાં ક્યાંય સમસ્યા ઊભી થાય તો સરકારે 85111 7171 8 અને 85111 7171 9 ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech