દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતેના જનસેવા તથા ઇ-ધરા કેન્દ્ર બંધ

  • May 06, 2021 07:56 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સતત વધી રહેલા કોરોના વાયરસનાં કેસો તથા જિલ્લામાં વધતા આ સંક્રમણને અટકાવવા તેમજ સરકારી કચેરીઓ ખાતે લોકોની ભીડ જમા ન થાય તેમજ સામાજિક અંતરનું પાલન થાય તે માટે  હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની તમામ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્‍દ્રો તેમજ ઈ-ધરા કેન્‍દ્રો ખાતેની અરજદારશ્રીઓને લગત કામગીરી તા. 30 એપ્રિલ સુધી જાહેર આરોગ્‍યની જાળવણીના હેતુસર નાગરિકોના હિતમાં બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાનું સંક્રમણ હાલ નિયંત્રણમાં આવ્યું ન હોય સરકારના ગૃહ વિભાગની સુચના મુજબ કોરોનાનું સંક્રમણ રોકવા કેટલાક વિશેષ પગલા લેવામાં આવી રહેલ છે.

જે અન્‍વયે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલ જનસેવા કેન્‍દ્ર તથા ઈ-ધરા કેન્‍દ્ર અન્‍ય હુકમ ન થાય ત્‍યાં સુધી બંધ કરવામાં આવ્યો છે.  માત્ર ઓનલાઇન અરજીઓ સ્‍વીકારી તે અંગેની કાર્યવાહી કરવાની રહેશે. અતિ અગત્‍યની કામગીરી હોય તેવા સંજોગોમાં સબંધિત તાલુકાના મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ખાતે અતિ આવશ્‍યક સંજોગો સિવાય અરજદારની મુલાકાત પર પ્રતિબંધ રહેશે. તેમ જિલ્લાના નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)