ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર ઇસરા ગામના પાટીયા પાસે સ્થાનિક કારખાને દારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂનો વેપલો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક કારખાનેદારો દ્વારા સ્થાનિક જવાબદાર પોલીસની ઢીલી નીતિથી છેલ્લ ા એક વર્ષથી ત્રસ્ત થયેલા કારખાનેદારોએ આખરે જનતા રેડ કરી દેશી દારૂનો વેપલો ઝડપી લીધેલ અને જનતા રેડ બાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ અંતે દોડી આવી હતી અને આ મામલાની અંદર બે વ્યક્તિઓની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ બાદ કારખાનેદારો દ્વારા એકત્રિત થઈ અને દેશી દારૂના ચાલતા વેપલાને કાયમી બંધ કરાવવા માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને કાયમી દેશી દારૂનો વેપલો અને દૂષણ બંધ કરાવવા માટેની ધારદાર રજૂઆત કરી હોવાનું પણ સામે આવ્યું છે.
ઘણા સમયથી દેશી દારૂનો ખુલ્લ ેઆમ વેપલો ચાલી રહ્યો હોવાની બાબતને લઈને ભારે રોષ ફેલાયો હતો જેમાં દેશી દારૂના કારણે કારખાનેદારના મજૂરો સાથે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હતી જેમાં ઝઘડાઓ થવા તેમજ નશાની હાલતમાં મજૂરોના અકસ્માત તેમજ મારામારી અને અકસ્માતે મોત થવાની ઘટનાઓ બની રહી હોય જેને લઈને કારખાનેદારો દ્વારા અનેક વખત રજૂઆતો કરીને દેશી દારૂનો વેપલો બંધ કરવા માટેની રાવ કરી હતી પરંતુ જવાબદાર પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી નહીં થતાં અને દેશી દારૂના વેપલો અને દાદાગીરીઓ વધવા પામી હતી અને અહિયાં ખુલ્લ ેઆમ દેશી દારૂનું વેચાણ શરૂ રહેતા આખરે કારખાનેદારોએ એકત્ર થઈ દેશી દારૂ પર જનતા રેડ કરી છે અને સ્થાનિક પોલીસની ઢીલી નીતિ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે ત્યારે જનતા રેડ કર્યા બાદ કારખાનેદારો દ્વારા પોલીસને જાણ કરતા રેડના ઘણા સમય બાદ અંતે પોલીસ આવી હતી અને બે વ્યક્તિઓ તેમજ મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા વ્યક્તિઓની અટકાયત કરી હતી.
ઇસરા રોડ પર ઇસરા પાટીયાના બસ સ્ટેન્ડ પાસે રેડ કરી વેપારીઓ દ્વારા ઝડપાયેલા વ્યક્તિઓને પોલીસ હવાલે કરાયા હતા જે બાદ એકત્રિત થયેલા વેપારીઓ એકત્ર થઈ અને આ દેશી દારૂનું દુષણ અને દેશી દારૂનો વેપલો કાયમી બંધ કરાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જ્યાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઇને લેખીત રજૂઆત તેમજ કાયમી દારૂનું દુષણ બંધ કરવા માટેની ફરિયાદ કરી દુષણ બંધ કરાવવા માટેની રજૂઆત કરી છે.
કારખાનેદારો દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મૌખિક જણાવ્યું હતું કે ઉપલેટા રેલ્વે સ્ટેશન પાસે, પોરબંદર રોડ, ધોરાજી રોડ, વાડલા રોડ સહિતના વિસ્તારોની અંદર દેશી દારૂનું ખુલ્લ ેઆમ વેચાણ થઈ રહ્યું છે જ્યારે અમુક માણસો દ્વારા ચોકસ ગલીઓમાં મોટર સાયકલમા દેશી દારૂ ની ડિલિવરી થઇ રહી છે તેવી ફરિયાદ કરી છે અને આ વેપલો કાયમી માટે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
પંથકમાં દારૂ, જુગાર, ખનીજ ચોરી, જ્વલંતશીલ પ્રવાહી તેમજ અનેક પ્રકારની ગેર પ્રવૃતિઓ જાણે તંત્રની સંપૂર્ણ મિલીભગત અથવા તો રહેમદિલીથી તેમજ રઝામંદીથી ચાલતું હોય તેવું જાગૃત નાગરિકો જણાવે છે ત્યારે આ પ્રવૃતિઓની ફરિયાદોનું લાંબુ લિસ્ટ બનતું જાય છે જેથી આ મામલે ફરિયાદ કરનાર વ્યક્તિ ઉપર તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે આગળ આવનાર જાગૃત નાગરિક કે ફરિયાદીને કોઈના કોઈ ભોગે દબાવવાનો કે ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનું પણ છેલ્લ ા ઘણા સમયથી ચાલી રહ્યું છે જેમાં ઉપલેટા વિસ્તારની અંદર દારૂ, જુગાર, બાયોડીઝલના નામે જોલનશીલ પદાર્થ તેમજ ખનીજની બે રોકટોક અને બેફામ થતી ખુલ્લ ેઆમ ગેરકાનૂની તમામ પ્રવૃત્તિઓ ઉપર આવતા દિવસોની અંદર જવાબદાર તંત્ર કે અધિકારીઓ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જનતા રેડનો દોર કાયમી શરૂ રહે તો નવા ની વાત નથી.
ઉપલેટા પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક કરતાં પી.એસ.ઑ. વી.બી. રાખસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા કારખાનેદાર દ્વારા પાડવામાં આવેલ જનતા રેડ બાદ ઉપલેટા પોલીસ દ્વારા દેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરેલ દીપકભાઈ હેમુભાઈ પરમાર તેમજ બાબુભાઈ પોપટભાઈ મીઠાપરા નામના બન્ને વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ આંગણવાડીની બાજુમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો હતો
ઉપલેટાના રેલ્વે સ્ટેશન પાસે આંગણવાડીની બાજુમાં અગાઉ પણ ખુલે આમ દારૂ વેચવાનો વિડીયો વાયરલ થયો હતો છતા પણ ત્યા દારૂનુ વેચાણ ચાલુ છે. કાયદો અઙ્ગે વ્યવસ્ઙ્ખાઙ્ગી ઙ્કરિસ્ઙ્ખિતિ જઙ્ગતા હાઙ્ખમાં લે તે ઙ્કહેલા ઙ્કગલાં ભરવા માગણી ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech