વિસાવદર–ધારી–ચલાલા બ્રોડગેજ રેલવે સુવિધા માટે જનતાનું આંદોલન તેજ
વિસાવદર–ધારી–ચલાલા બ્રોડગેજ રેલવે સુવિધા માટે જનતાનું આંદોલન તેજ
June 11, 2026 10:35 AM
વિસાવદર શહેરના જાગૃત યુવાનો તેમજ ધારી પત્રકાર સઘં દ્રારા એક મહત્વપૂર્ણ બિનરાજકીય સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ચલાલા–ધારી–વિસાવદર રૂટ પર મીટરગેજમાંથી બ્રોડગેજ રેલવે સુવિધા મેળવવાનો છે, જેથી આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ મળી શકે. આ લડતને સ્થાનિક સ્તરે ખૂબ જ મોટો જનસમર્થન મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્સના દિલીપભાઈ કાનાબાર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ રીબડીયા તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ આ અભિયાનને પોતાનું સમર્થન જાહેર કયુ છે. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વીરૂ રીબડીયા તથા કિરણ ચિતલીયા જેવા અનેક યુવાનો તથા નાગરીકો પણ આ લડતમાં સક્રિયપણે જોડાયા છે. વર્ષેાથી રેલવે સુવિધાના અભાવે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. બ્રોડગેજ લાઈન બનવાથી વેપાર–ઉધોગને વેગ મળશે તેમજ કનકાઈ અને સતાધાર જેવા પવિત્ર ધામો તેમજ સાસણગીર આવતા પ્રવાસીઓ માટે આ રેલવે લાઈન આશીર્વાદરૂપ સાબિત થશે. આંદોલનકારીઓએ યાં સુધી મીટરગેજનું બ્રોડગેજમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી જપં ન લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જાગૃત નાગરિક કમલેશભાઈ શિંગાળાના જણાવ્યા અનુસાર, રેલવે વિભાગ દ્રારા આ વિસ્તાર સાથે થઈ રહેલા અન્યાય સામે હવે નવી રણનીતિ ઘડવામાં આવશે. આ સાથે જ સત્તાપક્ષના અધિકારીઓને આ પ્રોજેકટમાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે, યારે વિરોધ પક્ષના આગેવાનોને પણ આ બાબતે સકારાત્મક વલણ અપનાવી સરકાર સમક્ષ પ્રશ્ન રજૂ કરવા અપીલ કરવામાં આવી છે