રાજકોટમાં પોલીસની ઓસરતી જતી ધાકના લીધે જાહેરમાં મારામારીના બનાવો તો સામાન્ય બન્યા છે ત્યારે હવે જાહેરમાં છેડતીના બનાવ પણ બનવા લાગ્યા છે.શહેરના લમીનગર બ્રિજ પાસે સાઇકલ લઇ શાળાએ જઇ રહેલી બે તણવયની વિધાર્થિનીઓને લુખ્ખાએ અટકાવી એક છાત્રાને બથ ભરી લઇ તેને અડપલાં કરી વીખોડીયા ભરી લીધા હતાં.જેમાં છાત્રાને ઇજા પહોંચી હતી.આ ઘટના બાદ બંને છાત્રા રડતી રડતી શાળાએ પહોંચતા સ્કુલના શિક્ષક સહિતનાએ તાકીદે અહીં પહોંચી આ લુખ્ખા શખસને પકડી પોલીસને જાણ કરી તેના હવાલે કર્યેા હતો.આ અંગે વિધાર્થિનીના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે છેડતી,મારકૂટ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. શાળએ જતી છાત્રઓની જાહેરમાં છેડતી કર્યાને બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં રહેતા આધેડે એ ડિવિઝન પોલીસ મથકમાં આ ઘટના અંગે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જગદીશ કીરણભાઇ પરમારનું નામ આપ્યું છે.આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે સાંજના પોણા પાંચ વાગ્યા આસપાસ તેની ૧૪ વર્ષની દીકરી શેરીમાં રહેતી તેની સહેલી સાથે સાઇકલ પર અક્ષરમાર્ગ પર આવેલી પોતાની શાળાએ કલાસ ભરવા માટે જતી હતી.
બંને વિધાર્થિનીઓ લમીનગર અંડર બ્રિજ પાસે પહોંચતા આરોપી જગદીશે પ્રથમ આગળ જતી છાત્રના સાઇકલકનું હેન્ડલ પકડી લીધું હતુ પણ તે સાઇકલ છોડાવી આગળ નીકળી ગઇ હતી.બાદમાં તેણે ફરિયાદીની દિકરીનો હાથ પકડી પાછળથી બથ ભરી લઇ આરોપીએ તેને સ્પર્શ કરવાની કોશીશ કરી તેની સાથે અડપલાં કરી તેને વિખોડીયા ભરી લેતા તેણીને ઇજા પહોંચી હતી.આમ આરોપીએ બંને છાત્રાને રોકી તેની સાથે જાહેરમાં પજવણી કરી હતી.
ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આરોપી જગદીશ પરમારે બંને તણીની જાહેરમાં છેડતી કર્યા બાદ બંને ગભરાઇ ગઇ હતી.ત્યારબાદ બંને રડતી રડતી શાળાએ પહોંચતા આ બાબતે સ્કુલના સ્ટાફે પુછતા તેમણે આપવીતી જણાવી હતી.જે સાંભળી શાળાનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો.બાદમાં શિક્ષક સહિતનાએ બંને વિધાર્થિનીઓને જયાં ઘટના બની હતી ત્યાં લઇ જવાનું કહેતા બંને તણી તેમને ત્યાં લઇ ગઇ હતી.આ સમયે આરોપી અહીં જ ઉભો હોય તણીએ ઇશારો કરી આ શખસે જ છેડતી કરી હોવાનું જણાવતા શાળાના સ્ટાફે આ શખસને ઝડપી લઇ પોલીસ થતા તણીના પરિવારોને જાણ કરી હતી.આ અંગે એ ડિવિઝન પોલીસના સ્ટાફે અહીં આવી આ શખસને સકંજામાં લીધો હતો.આ અંગે વિધાર્થિનીના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૫૪(એ),૩૪૧,૩૨૩ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ ડી.એમ.હરીપરા ચલાવી રહ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે, આરોપી જગદીશ પરમાર મૂળ આણંદનો વતની છે અને અહીં ભાડે મ રાખી મજૂરી કામ કરતો હોવાનું માલુમ પડું છે.
એક વિધાર્થિની આગળ નીકળી જતા બીજી છાત્રાને અટકાવી અડપલાં કર્યા
આરોપી જગદીશ પરમારે ગઇકાલે સાંજના શાળાએ જતી બે સહેલીને રોકવાનો પ્રયાસ કર્યેા હતો.આગળ જઇ રહેલી છાત્રાની સાઇકલનું હેન્ડલ પકડતા તે સાઇકલ છોડાવી આગળ નીકળી ગઇ હતી.બાદમાં આ શખસે પાછળ આવી રહેલી અન્ય છાત્રની સાઇકલ રોકી તેની સાથે અડપલાં કર્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech