"તૌકતે" વાવાઝોડા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતા જોગ અપીલ

  • May 17, 2021 10:48 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે હવામાન વિભાગની આગાહી મુજબ "તૌકતે" વાવાઝોડું સંભવતઃ આજરોજ સોમવારે સાંજથી આવતીકાલે મંગળવારે સવારે સુધીના સમયગાળામાં આ જિલ્લામાં ત્રાટકશે. વાવાઝોડાના કારણે લોકોના જાનમાલની નુકશાની ન સર્જાય તે હેતુથી જિલ્લાની જનતાને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા વિવિધ મુદ્દે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ દ્વારા જણાવાયા મુજબ લોકોએ બે દિવસ દરમ્યાન કામ વગર ઘરની બહાર ન નીકળવું, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા દવાઓ હાથવગી રાખવી, પવનના કારણે તૂટવાની તથા ઉડવાની સંભાવના ધરાવતા વૃક્ષો તથા ઝાડથી દૂર રહી અને તે દૂર કરવા અંગે નગરપાલિકા તંત્રને જાણ કરવી, વાવાઝોડાને સંદર્ભે કોઈપણ જાતની ખોટી અફવાઓ સોશિયલ મીડિયામાં ન ફેલાવી તથા તેનાથી દૂર રહી અને પોલીસ તંત્રની કામગીરીમાં જરૂરી સહકાર આપવો, નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્વૈચ્છિક રીતે સલામત સ્થળે કે શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવું, ઈમરજન્સીના સમયે જિલ્લાના જાહેર કરવામાં આવેલા કંટ્રોલરૂમ તથા સરકારી વિભાગનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS