સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફિક્સ અનામત મામલે હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી

  • May 13, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફિક્સ અનામતની બાબતને લઈને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે આ અરજી સામે હાઇકોર્ટે કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા અટકાવી શકાય નહીં પરંતુ આ મુદ્દે સરકારે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે.
ગુજરાત લોકલ ઓથોરિટી લો અમેન્ડમેન્ટ એક્ટ- 2023ને હાઇકોર્ટ સમક્ષ એક રિટ પિટિશન મારફતે પડકાર ફેંકવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે એવી રજૂઆત કરવામાં આવી છે કે,આ મામલે કેબિનેટની સબ કમિટીએ કમિશનના સૂચનોને અનુસયર્િ વિના અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ કયર્િ વિના યુનિફોર્મ રિઝર્વેશનનું સમર્થન કરવામા આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની બેઠકો ફાળવવામાં આ રીતે ફિક્સ અનામતથી સામાન્ય વર્ગ અને એસ.સી, એસ.ટી.અને ઓ.બી.સી ને નુકસાન થઇ શકે છે. જોકે હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, કોર્ટ ચૂંટણીની કાર્યવાહી અટકાવી શકે નહીં. સામે બીજી તરફ સરકારે જવાબ રજૂ કરવા સમય માગ્યો છે.
મહેસાણા ના રહેવાસી પથુજી ઠાકોરે એક જાહેરહિતની અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે અરજદાર નિવૃત આચાર્ય છે અને ઓબીસી વર્ગમાંથી આવે છે. રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લ ા, તાલુકા, ગ્રામ પંચાયત અને લોકલ બોડિઝની અન્ય ચૂંટણીઓમાં ઓબીસી અનામત 10 ટકાથી વધારીને 27% કર્યું છે.
ખરેખરમાં ઓબીસી ની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં અનામતની જેમ પોલિટિકલ રિપ્રેઝન્ટેશનમાં કરી શકાય નહીં.વધુમાં અરજદારે એવી રજૂઆત કરી છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે તે વિસ્તારમાં વસતિના આધારે ઓબીસીને બેઠકો ફાળવવી જોઈએ. ઓબીસી ની સંખ્યા વધુ હોય તો 50 ટકાથી અનામત વધે નહીં તે રીતે અને ઓછી સંખ્યા હોય તો ઓછી બેઠકો ફાળવવી જોઈએ.
બેંક વર્ડ નુકસાન થઇ ક્લાસમાં પોલિટિકલ રીપ્રેઝન્ટેશનમાં જાતિઓની ઓળખ અને સંખ્યા માટે એક કમિશનનું ગઠન થયું હતું. કેબિનેટની સબ કમિટીએ કમિશનના સૂચનોને અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અમલ વિના યુનિફોર્મ રિઝર્વેશનનું સમર્થન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યમાં બેઠકો ફાળવવામાં ફિક્સ અનામતથી સામાન્ય વર્ગ અને એસસી, એસટી અને ઓબીસી ને રહ્યું છે. અરજદારે ગુજરાત લોકલ ઓથોરિટી લો અમેન્ટમેન્ટ એક્ટ 2023ને પડકારતાં એવી દલીલ પણ કરી હતી કે કમિશનો રિપોર્ટ પબ્લિક ડોમેઇનમાં પણ નથી. કોર્ટે કહ્યું હતું કે કમિશનનો રિપોર્ટ માર્ગદર્શક હોઈ શકે પરંતુ બંધનકતર્િ હોઇ શકે નહીં. આ મામલે ઓથોરિટી તરફથી જવાબ ફાઈલ કરવામાં આવ્યો નહોતો અને વધુ સમયની માગ કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે હાઇકોર્ટ દ્વારા અને સરકાર દ્વારા શું જવાબ રજૂ થાય છે પછી શું સ્ટેન્ડ લેવાય છે એના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો નિર્ણય થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application