બહારગામ જનારા લોકોએ કિંમતી માલ-સામાન સુરક્ષીત સ્થળે રાખવો : વેપારી વર્ગે શંકાસ્પદો અંગે જાણ કરવી : સીસી કેમેરાની ચકાસણી કરવી
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન કેટલીક સાવધાની રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
આગામી દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલાં પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપીયા બેંકમાં- લોકરમાં રાખવા કે કોઈ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવું, તેમજ તમારા વિશ્વાસું પાડોશી અથવા સગાસંબંધીઓને જાણ કરવી તેમજ શક્ય હોય તો સી.સી.ટી.વી. કેમેરા/ચોકીદાર રાખવા.
દિવાળીના તહેવાર દરમ્યાન પ્રવાસે જતી વખતે ઘરમાં રાખેલ કિંમતી સોના - ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા બેંકમાં કે અન્ય કોઈ સુરક્ષીત જગ્યાએ રાખીને જ જવુ. દિવાળી તહેવાર દરમ્યાન ફેક્ટરી વિસ્તારોમાં રજાનો માહોલ હોય, જેથી ફેક્ટરીની ઓફીસમાં કોઈ રોકડ રકમ કે અન્ય કિમંતી સામાન રાખવો નહિ. તેમજ સિક્યુરિટી ગાર્ડ તથા સીસીટીવી કેમેરાની ખાસ ખાતરી કરી લેવી.
જ્યારે તમે રોડ પરથી પસાર થાવ ત્યારે કોઇ અજાણી વ્યક્તિ તમારૂ વાહન ઉભું રાખવાનો ઇશારો કરે અથવા ગાડીમાં હવા ઓછી છે, કે ઓઇલ લીક થાય છે, તેવું કહીને ધ્યાન ભટકાવવાની કોશીશ કરે તો ખાસ એલર્ટ રહેવું. બેંક, જવેલરી શોપ કે આંગડીયા પેઢીમાં જતી વખતે અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારો કોઇ પીછો કરતું ન હોય, અને જો કોઈ બાબત શંકાસ્પદ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો.
સીસીટીવી ચાલુ હાલતમાં રહે તેની તકેદારી રાખો અને ડીવીઆર હિડન રાખવું, આઈ કોલ્ડ કે સેમસંગ કોલ્ડ માં બેકઅપ રાખવું, જેથી ડીવીઆર ને કંઈ થાય તો ફુટેજ મળી રહે. જવેલર્સ શો રૂમનાં માલિક કે સંચાલકે સોનાના ઘરેણા, હીરા કે પૈસા કે કોઈપણ જોખમ ક્રોસ વેરીફાઈ કર્યા વગર કોઈપણ માણસને આપવું કે મોકલાવું નહી. સાવધાન રહો, સુરક્ષિત રહો જામનગર જીલ્લા પોલીસ આપની સાથેજ અને આપના માટે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech