દેવભૂમિ દ્વારકામાં ચિકિત્સા સેવાઓ આપનાર માટે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન અનિવાર્ય

  • October 22, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ચિકિત્સા સેવાઓ અધિનિયમ (રજિસ્ટ્રેશન નિયમન)ની જોગવાઈઓ અનુસાર તમામ ચિકિત્સા સંસ્થાઓએ પોતાનું કામચલાઉ રજિસ્ટ્રેશન અને ત્યાર બાદ કાયમી રજિસ્ટ્રેશન મેળવવાનું થાય છે. તમામ ચિકિત્સા પધ્ધતિમાં સારવાર આપતા તમામ દવાખાના, હોસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રસુતિ ગૃહ, આરોગ્ય ભવન, પી.એચ.સી., સી.એચ.સી, ઈન્ડીવિઝ્યુઅલ પ્રેકિટશનર, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, ઈમેજિંગ સેન્ટર, ઓપરેશનલ થેરાપી સેન્ટર, લેબોરેટરી વિગેરે કે જે દર્દીઓની સારવાર સાથે સંકળાયેલ છે તે તમામ સંસ્થાઓએ https://clinicalestablishment.gipl.in/UserRegister/Register લીંક ઉપર કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાની રહેશે.


આ માટે નિયમાનુસાર ક્લિનિક કે કન્સલ્ટિંગ માટે રૂ. 1000, 15 પથારીઓ સાથેની સંસ્થા માટે રૂ. 2000, 16 થી 30 બેડ માટે રૂ. 5000, 31 થી 50 બેડ માટે 10000 હજાર, 51 થી 100 બેડ માટે 15000, અલગ લેબોરેટરી કે સારવાર એકમો માટે રૂ. 2000 ફી નકકી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ક્લિનિકલએસ્ટાબ્લિશમેન્ટ.જીઆઇપીએલ.ઈન પોર્ટલની મુલાકાત લઈ શકાશે તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકાની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application