બેટ દ્વારકા-ઓખા જેટી તથા પાર્કિંગમાં મોબાઇલ સેનીટેશન વાનની સુવિધા ઉપલબ્ધ બનાવો

  • July 16, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા નગરપાલીકા કોર્પોરેટરની પ્રવાસન મંત્રીને રજૂઆત

ઓખા નગરપાલીકાના કોર્પોરેટર તથા ઓખા શહેર યુવા ભાજપ પ્રમુખ અમર ગાંધીએ બેટ દ્વારકા તેમજ ઓખા જેટી તેમજ પાર્કિંગ વિસ્તારમાં યાત્રીકોની સુખાકારી માટે મોબાઇલ સેનીટેશન વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા સહિત ઉચ્ચકક્ષ્ાાએ ટવીટ કરી રજૂઆત કરાઇ છે.

તેઓની રજૂઆત અનુસાર યાત્રાધામ બેટ દ્વારકામાં હિન્દુ, મુસ્લીમ, શીખ સમાજના દરરોજ હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. જેમાં મોટી સંખ્યામાં સીનીયર સીટીઝન, મહિલાઓ બાળકો હોય લાંબા સમયથી ઓખા જેટી, બેટ દ્વારકા જેટી તેમજ ઓખા ખાતે આવેલ પબ્લિક પાર્કિંગ પ્લેસમાં કોઇ જગ્યાએ યુરીનલ, ટોઈલેટ વગેરે માસ સેનીટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોય સીનીયર સીટીઝન, મહિલાઓ વગેરેને પારાવાર મુશ્કેલી પડતી હોય ત્રણેય જગ્યાએ મોબાઇલ સેનીટેશન વાનની સુવિધા ઉભી કરવાની તાતી જરીયાત હોવાનું જણાવી તાત્કાલીક ધોરણે યાત્રીકોની સુખાકારી માટે સુવિધા ઉભી કરવા માંગ કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS