BREAKING NEWS

૧૦૦ રૂપિયાથી વધુ મોંઘી ભારતીય ચીજો પર ટેકસ નાખતા નેપાળમાં ફરી આંદોલન

  • April 20, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં બાલેન શાહ સરકાર દ્રારા ભારતમાંથી આયાત થતી ૧૦૦ પિયાથી વધુ કિંમતની ચીજવસ્તુઓ પર ટેકસ લાગુ કરવાના આદેશ બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન શ થયા છે. સરકારના નિર્દેશ બાદ, નેપાળે તેની કસ્ટમ ડુટી નીતિને કડક રીતે લાગુ કરવાનું શ કયુ છે, જેના લીધે લોકોમાં ભારે નારાજગી છવાઈ છે. બાલેન સરકારના આદેશ બાદ, નેપાળની સશક્ર પોલીસે દેશના દક્ષિણ મેદાનોમાં ભારત સાથેની સરહદી ચોકીઓ પર સુરક્ષા કડક કરી દીધી છે. જો કે આ જોગવાઈ ઘણા વર્ષેા પહેલા લાગુ કરવામાં આવી હતી, પરંતુ વ્યવહારિક મુશ્કેલીઓને કારણે તે અટકી ગઈ હતી. જેનો અમલ હવે કડકાઈથી શ થયો છે.બીજી તરફ નેપાળ સરકારના નિર્ણય બાદ, ભારતે પણ કડકાઈ વધારી છે. ભારતીય અધિકારીઓ નેપાળ જનારા અને ત્યાંથી આવતા લોકોની કડક તપાસ કરી રહ્યા છે. રાહદારીઓ અને સાયકલ સવારોની માહિતી પણ રેકોર્ડ થઈ રહી છે. ભારત અને નેપાળ વચ્ચે મુસાફરી કરતા તમામ લોકો માટે તેમના ઓળખપત્ર બતાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
સરહદી વિસ્તારોના લોકો અને હિસ્સેદારો કહે છે કે આ પગલું તેમના માટે મુશ્કેલીઓ વધારશે, કારણ કે તેઓ લાંબા સમયથી સસ્તા માલ માટે ભારતીય બજારો પર આધાર રાખે છે. નેપાળ–ભારત ઓપન બોર્ડર ડાયલોગ ગ્રુપે શનિવારે સરકાર પાસેથી કસ્ટમ નીતિમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી હતી. ભારતની સરહદે આવેલા નેપાળના બિરગંજમાં સ્થાનિક લોકોએ આ આદેશનો વિરોધ કર્યેા હતો.નેપાળ જન્મથી મૃત્યુ સુધીની તમામ ધાર્મિક વિધિઓ માટે જરી તમામ ચીજવસ્તુઓ ભારતમાંથી આયાત કરે છે. ખાતર પણ, જે નેપાળ સરકાર ઘણીવાર સમયસર પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે.જે હવે લોકોને થોડું વધુ મોઘું પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News