પારેવડી ચોકથી સિવિલ હોસ્પિટલ સુધીનો રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં વિરોધ

  • March 26, 2021 03:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાહનની અવરજવર અટકાવતા ટ્રાફિક સમસ્યા ઉપરાંત વેપાર ધંધા પર ગંભીર અસર: પારેવડી ચોક વેપારી એસોસિએશને કમિશનરને આવેદન આપ્યું


હોસ્પિટલ ચોકમાં ચાલી રહેલા બ્રિજના કામના લીધે પારેવડી ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાના વિરોધમાં પારેવડી ચોક વેપારી એસોસિયેશન દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે.જેમાં જાહેરનામાં અંગે પુન:વિચારણા કરવાની માગણી કરવામાં આવી છે.

 


પારેવડી ચોક વેપારી એસોસીએશને પોલીસ કમિશનરને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ ચોકમાં બ્રિજની કામગીરીના લીધે પારેવડી ચોકથી હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો બંધ કરી દેવાતા ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે એટલું જ નહીં પરંતુ તેના લીધે પારેવડી ચોક વિસ્તારના વેપારીઓના ધંધા રોજગાર લાંબા સમય સુધી બંધ રહે તો દરેક વેપારીની હાલત પકોડી બનાવવાની ભીતિ સેવાઈ રહી છે.

 


બ્રિજનો પ્રોજેકટ આઈ.પી.મિશન સુધીનો છે. જેથી પારેવડી ચોકથી કેસરી હિન્દ પુલ મુસ્લિમલાઈન તરફના છેડા સુધી વાહન માટે પ્રતિબંધ કરવો યોગ્ય નથી. પારેવડી ચોકથી વાહન વ્યવહાર બંધ કરવાના બદલે કેસરી પુલના પશ્ચિમ છેડે મુસ્લિમલાઈન સુધી રસ્તો ખુલ્લો રહે તો વાહન વ્યવહાર લોહાણાપરા, મોચી બજાર તરફ જઈ શકે અને બ્રિજના કામકાજને પણ અડચણરૂપ ન થાય. સાથોસાથ પારેવડી ચોક વિસ્તારના વેપારીઓની અને લોકોની મુશ્કેલીઓ પણ નિવારી શકાય તેમ છે.

 


અંતમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ રજૂઆતને ધ્યાને લઇ જાહેરનામાં અંગે પુન:વિચારણા કરવામાં આવે જેથી પારેવડી ચોક વિસ્તારના લોકો અને વેપારીઓને આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે તેમ છે જેથી આ બાબતે ઘટતું કરવા માંગણી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS