સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત ગુજરાતની જુદી જુદી કોલેજમાં ૩૦ વર્ષ કે તેથી વધુ સમયથી પાર્ટ ટાઈમ અધ્યાપકો તરીકે ફરજ બજાવતા અધ્યાપકોનું પગારના નામે શોષણ કરવામાં આવે છે અને માસિક રૂપિયા ૮૫૦૦ થી ૨૫,૫૦૦ સુધીનો પગાર ચૂકવવામાં આવે છે તેનો વિરોધ કરવા આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં ખડં સમયના અધ્યાપકો એકત્ર થયા હતા અને પગારના મામલે થતુ શોષણ બધં કરવા લાગણી વ્યકત કરી હતી.
અખિલ ગુજરાત ખડં સમય અધ્યાપક મંડળ દ્રારા આપવામાં આવેલા આ કાર્યક્રમના અનુસંધાને આજે સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરમાંથી પાર્ટ ટાઈમ પ્રોફેસરો મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે નવરંગપુરા વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી સામે આવેલ ધરણા પર બેસી ગયા હતા.
અધ્યાપકોના જણાવ્યા મુજબ ૩૦ વર્ષ થી વધુ સમયથી ખડં સમયના અધ્યાપક તરીકે સળગં નોકરી કરી હોવા છતાં મામુલી વેતન મળે છે આ સંદર્ભે સરકારમાં અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત કર્યા પછી પણ યુજીસીના નિયમ અને ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ પ્રપોશનેટ (પ્રમાણસર) પગાર આપવાની અમારી માગણી નો કોઈ ઉકેલ આવ્યો નથી. તેના વિરોધમાં આજે આ ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે.
અખિલ ગુજરાત ખડં સમય અધ્યાપક મંડળે તેમના આ કાર્યક્રમમાં અધ્યાપકોને પણ હાજર રહેવા માટે અનુરોધ કરીને આ લડતને ટેકો આપવા માગણી કરી હતી. બપોરે ૧૨ થી ૩:૦૦ વાગ્યા દરમિયાન ધરણા યોજવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટના મેટોડા GIDCમાં મેક પાવર CNC ફેક્ટરીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં
February 02, 2025 10:25 PMIND vs ENG 5th T20: ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 150 રનથી જીતી, ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું
February 02, 2025 10:13 PMમહાકુંભમાં આવતીકાલે અમૃત સ્નાન, કયા પુલ પર ક્યાં જવું... જુઓ સંપૂર્ણ યાદી
February 02, 2025 10:12 PMભારત ઇંગ્લેન્ડ 5મી T20: અભિષેક શર્માએ 17 બોલમાં ફિફ્ટી ફટકારી
February 02, 2025 07:39 PMઆવતીકાલથી બદલાશે હવામાન, યુપી સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
February 02, 2025 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech