પહેલી ફેબ્રુઆરી થી ગાંધીનગરમાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાના નિર્ણય સામે કચેરીના અધિકારીઓ દ્રારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મામલે રાયના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરીને રાઈટ ટુ પ્રાઇવસી નો ભગં કરનાર હોવાનું જણાવ્યું છે.
પાટનગરમાં નવા અને જુના સચિવાલય સહિત સ્થાનિક સરકારી કચેરીઓમાં ડિજીટલ અટેન્ડેન્સ સિસ્ટમ લાગુ કરીને ગુટલીબાજ કર્મચારીઓને પણ કામ કરતા કરવાનો નિર્ણય સરકારે લીધો છે. પરંતુ સચિવાલય સ્ટાફ એસેસિએશન અને ગુજરાત રાય કર્મચારી મહામંડળે તેનો વિરોધ કરતાં જણાવ્યું છે, કે સરકારની એકતરફી અને અસ્પષ્ટ્ર નીતિના કારણે સમાજમાં સરકારી કર્મચારીઓની વગોવણી કરતી સિસ્ટમ સાબિત થાય તેમ છે.
મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે, કે આ હાજરીની સિસ્ટમ બદલવાની બાબત કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડતી હોવા છતાં આ સંબંધે કર્મચારી મંડળો સાથે કોઇ સંવાદ સાધીને અભિપ્રાય કે સુચન લેવામાં આવ્યાં નથી. આમ એકતરફી સરકારી નિર્ણય હોવાથી કર્મચારીઓમાં વ્યાપક રોષ ફેલાયેલો છે. ત્યારે હાલની ઇન્ટીગ્રેટેડ સિકયોરિટી એકસેસ કંટ્રોલ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમને યથાવત રાખવાની માંગણી કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યા પ્રમાણે નવી સિસ્ટમમાં કર્મચારીના અંગત ફોનનો ઉપયોગ થવાથી લોકેશન, કેમેરાની મંજુરીઓ લેવાથી ગોપનિયતાના ભગં સમાન છે. હાલ કર્મચારીઓ વાર તહેવારે મોડી રાત સુધી બેસીને કામ કરે છે. પરંતુ નવી સિસ્ટમ તેમને હતોત્સાહ કરનારી બનશે.
થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી કર્મચારીના ડેટા, લોકેશનનું મોનિટરીંગ કરવાની બાબત રાઇટ ટુ પ્રાઇવસીનો ભગં સમાન છે. તેનાથી સુરક્ષાના નવા પ્રશ્નો પણ સર્જાશે. મહિલાઓના ફેસ રેકાઇઝેશન અને લોકેશન સાથે ડેટાનો દુપયોગ થવાની શકયતા નકારી શકાય તેમ નથી. વધુમાં જીઓ ટેગિંગ આધારિત સિસ્ટમમાં માન્ય ત્રિજીયા મતલબ કે કચેરીનું સ્થાન અને વિસ્તાર મુદ્દે કોઇ સ્પષ્ટ્રતા પણ કરવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયબર સેન્ટર ઓફ એકસેલેન્સ સ્થાપવામાં આવશે : રાજય પોલીસ વડા
February 22, 2025 03:31 PMબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech