રક્ષક જ બન્યા ભક્ષક: માત્ર છ મહિનાની બાળકીનું પિતાએ કર્યું યૌન શોષણ

  • August 31, 2024 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તામિલનાડુના પુલિયાનથોપ વિસ્તારમાં 45 વર્ષીય પિતાએ તેની 6 મહિનાની બાળકીનું જાતીય શોષણ કર્યું હતું, જોકે બાદમાં આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે જઘન્ય ગુનાની કબૂલાત કરી છે. તેની સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


 પોલીસે જણાવ્યું કે આરોપી તેની પત્ની અને છ મહિનાની પુત્રી સાથે રહેતો હતો. અગાઉ શુક્રવારે, તેની માતાને નાની બાળકીના માથા પર ઇજાઓ જોવા મળી હતી. તે તરત જ તેની પુત્રીને હોસ્પિટલ લઈ ગઈ.


ઇગમોરની સરકારી ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ડૉક્ટરે બાળકીની તપાસ કરી અને તેના પ્રાઇવેટ પાર્ટ પર ઇજાઓ જોવા મળી. આ ઇજાઓ મળ્યા પછી, ડૉક્ટરે બાળ કલ્યાણ સમિતિના અધિકારીઓને જાણ કરી. ત્યારબાદ આ અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


પોલીસે તાત્કાલિક આરોપી પિતાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તેણે પહેલા ઇનકાર કર્યો અને બાદમાં તેની પુત્રી સાથે જાતીય કૃત્ય કર્યાની કબૂલાત કરી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application