રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૨૦–૯–૨૦૨૪ને શુક્રવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને દ્રિમાસિક સાધારણ સભા મળનારી છે જેનો એજન્ડા આજે સવારે પ્રસિધ્ધ થતાની સાથે જ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના કોર્પેારેટરોએ પ્રશ્નકાળમાં પ્રશ્નો ઇનવર્ડ કરાવવા પડાપડી બોલાવી હતી. બોર્ડ મિટિંગના જમ્બો એજન્ડામાં કુલ ૨૨ દરખાસ્તો સમાવિષ્ટ્ર છે. વિપક્ષના કોર્પેારેટરોએ અિકાંડ, ટીપીકાંડ, ફાયર બ્રિગેડ લાંચકાંડ, સ્મશાન લાકડા કૌભાંડ, ગાયોના મોત મુદ્દે પ્રશ્નો પૂછયા હોય આ મામલે બોર્ડ તોફાની બનવાના એંધાણ હાલથી જ વર્તાઇ રહ્યા છે. અલબત્ત પ્રશ્નકાળમાં ૧થી ૯ ક્રમ સુધી ભાજપના કોર્પેારેટરોના પ્રશ્નો અને ૧૦મા, ૧૭મા અને ૨૧મા ક્રમે વિપક્ષ કોંગ્રેસના કોર્પેારેટરના પ્રશ્નો ઇનવર્ડ થયા હોય વિપક્ષના પ્રશ્નો ચર્ચામાં આવે તેવી શકયતા નહીંવત છે.
બોર્ડના એજન્ડામાં કુલ ૨૨ દરખાસ્તો છે જેમાં કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪–મોટા મવા (રાજકોટ)માં સમાવિષ્ટ્ર સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવાની મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરાઇ છે, ખાસ કરીને ટીપી સ્કિમ અંગે જરી કાર્યવાહી કરાતી ન હોય મોટા મવા વિસ્તારમાંથી રજૂ થતા બાંધકામ પ્લાનો મંજુર થતા નહીં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠા બાદ આ દરખાસ્ત જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે, ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગમાં મંજુર થયેલા ઠરાવને હવે જનરલ બોર્ડ મિટિંગમાં મંજૂરી અર્થે રજૂ કરાયો છે.
ભાજપ અને કોંગ્રેસના કુલ ૨૧ જેટલા કોર્પેારેટરો પ્રશ્નો ઇનવર્ડ કરાવવા એક સાથે આવી પહોંચતા અંતે ચિઠ્ઠી ઉલાળીને ડ્રો સિસ્ટમથી પ્રશ્ન ક્રમાંક ઇનવર્ડ કરવામાં આવ્યા હતા જેમાં પહેલા ક્રમે શાસક પક્ષ ભાજપના વોર્ડ નં.૧ના કોર્પેારેટર હિરેનભાઇ ખીમાણિયાનો પ્રશ્ન ઇનવર્ડ થયો છે જેમાં તેમણે જુદા જુદા વોર્ડના એકશન પ્લાનની કામગીરી હાલ કયા તબક્કે છે ? તેમજ છેલ્લા ત્રણ વર્ષના એકશન પ્લાનની વિસ્તૃત વિગતો વોર્ડવાઇઝ માંગી છે તેમજ વેરા વસુલાત શાખા રિકવરી સેલ દ્રારા કરવામાં આવેલ કામગીરીની સંપૂર્ણ વિગતો તેમજ તેનાથી આવકમાં કેટલો વધારો થયો તેની માહિતી માંગી છે. સામાન્ય રીતે મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગનો પ્રશ્નકાળ ફકત એક જ કલાકનો રહેતો હોય છે અને તેથી પ્રથમ પ્રશ્નની ચર્ચામાં જ પ્રશ્નકાળ પૂર્ણ થઇ જાય છે. ખાસ કરીને વિપક્ષના પ્રશ્નો પાછળના ક્રમે આવતા હોય તે પ્રશ્નો ચર્ચામાં આવતા હોય આ મામલે હોબાળો અને રાજકીય આક્ષેપબાજી વચ્ચે સભાની કાર્યવાહી સમા થતી હોય છે.
આ ૨૨ દરખાસ્તો અંગે થશે નિર્ણય
(૧) વોર્ડ નં.૩માં બેડીનાકા આજી નદી કાંઠે આવેલ આશ્રય સ્થાનનું ડિમોલીશન કરવા
(૨) કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ–૩ તેમજ વર્ગ–૪ના ફિકસ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા
(૩) રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડિયા કલબના સંયુકત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિનામુલ્યે ફાળવવા
(૪) વોર્ડ નં.૧૫માં ગોકુલપરા શેરી નં.૩ના છેડે આવેલ કોમ્યુનિટી ટોયલેટ દુર કરવા
(૫) નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી બેઝ એફએસઆઈની ઉપર વધારાની એફએસઆઈની રકમ તથા ટી.પી.સ્કીમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાજીર્સની રકમ વસુલવા નીતિ નક્કી કરવા
(૬) જુદા જુદા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરથી ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુન: વપરાશ કરવાના દરોમાં ફેરફાર કરવા
(૭) રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર સામે ફોજદારી કામ ચલાવવા મંજુરી આપવા
(૮) વોર્ડ નં.૭માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસમાં આવેલ હોલ ડીસ્મેન્ટલ કરવા
(૯) આઇસીડીએસ વિભાગ, ઘટક–૩ના મંજુર થયેલ સ્ટાફ સેટઅપમાં સુધારો કરવા
(૧૦) પાર્ટ ટાઇમ રોજમદાર સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારો કરવા
(૧૧) તા.૧–૪–૨૦૦૫ પછી નિયત પગાર ધોરણમાં આવેલ કર્મચારીઓને રાય સરકારના ધોરણે એનપીએસ (નવી વર્ધિત પેન્શન સ્કીમ) લાભો તથા તેને લગત કરવામાં આવતા આનુષંગિક લાભો, ઠરાવો, હત્પકમો તેમજ પરિપત્રોની અમલવારી કરવા
(૧૨) સેક્રેટરી વિભાગનું સ્ટાફ સેટઅપ રિવાઈઝડ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા
(૧૩) શહેરના વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ ચોક પાસે તથા પી.ટી.સી. રોડ પર આવેલ પબ્લિક ટોઇલેટ દુર કરવા
(૧૪) વોર્ડ નં.૧૨માં પુનિતનગર ૮૦ ફટ રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાસે આવેલ ચોકનું ખોડલ ચોક નામકરણ કરવા
(૧૫) વોર્ડ નં.૬માં મયુરનગર–૭ સામે, સીતારામનગર–૨, વડલાની બાજુમાં આવેલ મુખ્ય રોડનું રત્નાભાઈ રબારી માર્ગ નામકરણ કરવા
(૧૬) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪–મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ્ર સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા
(૧૭) સાતમાં પગારપચં મુજબના પગારધોરણના લેવલ–૯માં(વર્ગ–૨) ફરજ બજાવતા અધિકારીઓને સળગં નોકરીના ૧૨(બાર) વર્ષ બાદ, સાતમાં પગારપચં મુજબના પગારધોરણના લેવલ–૧૧ મુજબ પગારધોરણ સુધારણાનો લાભ આપવા
(૧૮) ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની વિદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યા અંગેના ગુન્હાના કામે પ્રોસીકયુશન ચલાવવાની મંજુરી આપવા
(૧૯) રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે જન ભાગીદારી યોજનાની ગ્રાન્ટ અન્વયે જરી નીતિનિયમો મંજુર કરવા
(૨૦) રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાનું સ્ટાફ સેટઅપ રિવાઈઝ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા
(૨૧) સદ્દભાવના વૃધ્ધાશ્રમ દ્રારા પ.પૂ.મોરારીબાપુની રામકથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિએટર વિનામુલ્યે ફાળવવા
(૨૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech