રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯-૩-૨૦૨૫ના રોજ મળનારી જનરલ બોર્ડ મીટીંગમાં માધાપર ટીપી સ્કિમ નં.૧૧માં સર્વે નં.૫૧૨ અને ૫૧૪નો સમાવેશ કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે. મ્યુનિ.પ્લાનિંગ કમિટી દ્વારા આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે દરખાસ્ત સ્વરૂપે જનરલ બોર્ડ મિટિંગમાં રજૂ કરાયો છે. પ્લાનિંગ કમિટીનો ઠરાવ અને જનરલ બોર્ડમાં રજૂ કરાયેલી દરખાસ્ત અક્ષરશ: નીચે મુજબ છે.
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઇ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.૨૧ તા.૫-૨-૨૦૨૫ લક્ષમાં લઈ નિર્ણય લેવા આવે છે.
આ સંબંધમાં રિપોર્ટ કરતા કમિશનર જણાવે છે કે, રાજકોટ શહેરનો વિકાસ સુઆયોજિત અને યોજના બલ રીતે થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવામાં આવે છે. જે અન્વયે રૂડા વિસ્તારો પણ તબક્કાવાર રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળતા, હાલ કુલ-૫૯ નગર રચના યોજનાઓ આવેલ છે. જે પૈકી ૩૩-યોજનાઓ આખરી, ૭-પ્રારંભિક તથા ૧૯-મુસદ્દારૂપ મંજુર થયેલ છે. જયારે ૬-નગર રચના યોજના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરી, સરકારની મંજુરી અર્થે પેન્ડીંગ છે.
નગર રચના યોજનાઓ બનાવવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૨૩(૧) પ્રમાણે શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવા માટે સક્ષમ છે. પરંતુ સરકારશ્રીના હુકમ નં.યુ.ડી.નં. ૧૦૭૭/૫૮૭/કયુ-ર તા.૦૧-૦૨-૧૯૭૮ મુજબ અને આ હુકમના આધારે રૂડાના તા.૨૨-૨-૧૯૭૮ના ઠરાવ નં.૩ થી કાયદા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાને તબદીલ કરેલ છે. આ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને પોતાના વિસ્તાર માટે યોજનાઓ તૈયાર કરવાનો અધિકાર મળેલ છે.
જે અન્વયે જ.બો.ઠ.નં.૧૧ તા.૧૯-૫-૨૦૨૨થી નગર રચના યોજના નં.૧૧ માધાપર (ક્ષેત્રફળ ૧૭૮-૧૪-૦૯ ચો.મી.) બનાવવા માટે અધિનિયમની જોગવાઈ મુજબની તમામ કાર્યવાહી કરવા, તેમજ હાથ ધરાયેલ પ્રક્રિયાને બહાલ રાખવા અને ત્યારબાદની સરકારની મંજુરી અર્થે સદર કરવા સુધીની અધિનિયમની જોગવાઈ મુજબની આગળની કાર્યવાહી કરવા અર્થે તેને આનુસંગિક જાહેર પ્રસિદ્ધિ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરશ્રીને અધિકૃત કરવામાં આવેલ હતા. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુંદર સ્કીમને તૈયાર કરી, સમય મર્યાદામાં તૈયાર કરી, તા.૯-૯-૨૦૨૧થી સરકારની મંજુરી અર્થે સાદર કરવામાં આવેલ.
ત્યારબાદ સદર નગર રચના યોજના નં.૧૧ માધાપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમય મર્યાદામાં
ત્યારબાદ તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૧૪/૦૮/૨૦૨૪ના નોટીફીકેશન નં.G H/V/310 OF 2024/UDUHD/ACC/e-file/18/2022/4550/Lથી નગર રચના યોજના નં.૧૧ માધાપર રદ કરવામાં આવેલ છે. અને સદર સ્કીમને લાગુ રાજકોટના સર્વે.નં.૫૧૨ તથા ૫૧૪ ની જમીનનો સમાવેશ નગર રચના યોજના વિસ્તારમાં કરવાનો રહેશે, તેમ જણાવેલ છે.
આમ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપરોક્ત નોટીફીકેશન અન્વયે ઉપરોકત સર્વે નંબરોનો સમાવેશ કરી, નગર રચના યોજના નં.૧૧ માધાપરની નવી હદ નક્કી કરવમાં આવેલ છે. જે મુજબ અંદાજીત ક્ષેત્રફળ હેકટર ૨૦૦-૦૦-૦૦ ચો.મી. થાય છે, તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની મંજુર વિકાસ યોજના-૨૦૩૧માં સદર સ્કીમ વિસ્તાર રહેણાક ઝોન તરીકે સૂચવવામાં આવેલ છે, જે વિકાસશીલ વિસ્તાર હોઈ બનાવવી આવશ્યક છે.
ઉપરોક્ત વિગતે શહેર આયોજન વગરનો જે વિસ્તાર છે તેના સુઆયોજિત વિકાસ માટે અધિનિયમની કલમ-૪૧ હેઠળ નવી મુસદારૂપ નગર રચના યોજના નં.૧૧ માધાપર તૈયાર કરવા માટે તથા તે માટે જરૂરી મુખ્ય નગર નિયોજક-ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવા માટે જરૂરી ઠરાવ અર્થે, કમિશનરએ પ્લાનિંગ કમિટી મારફત સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત રજુ કરેલ છે.
કમિશનરનો ઉપરોકત રિપોર્ટ લક્ષમાં લેતા, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઇ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ તૈયાર કરવાના કામે, શહેર આયોજન વગરનો જે વિસ્તાર છે તેના સુઆયોજિત વિકાસ માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ હેઠળ નવી મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧૧ માધાપર તૈયાર કરવા માટે તથા તે માટે મુખ્ય નગર નિયોજક-ગુજરાત રાજ્યનો જરૂરી પરામર્શ મેળવવા માટે આ કમિટી સામાન્ય સભાને ભલામણ કરે છે.ઘટિત નિર્ણય અર્થે, સામાન્ય સભામાં રજુ કરવું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech