સારી કંડીશનનુ વાહન ફાળવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત
જામજોધપુર એસટી ડેપો દ્વારા સંચાલિત ખુબ લોક ઉપયોગી જામજોધપુર સાળંગપુર ધંધુકા એસ્પ્રેસ બસ જુના સમય મુજબ ચાલુ કરાતા આ બસ ખુબ જ લોક ઉપયોગી છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી ચાલુ કરવામાં આવેલ બસ એક પણ દિવસ ફોર્મ ૪ મુજબ સમયસર કોઈ જ સ્ટેન્ડે પહોંચી નથી તેના કારણ ઘણા છે પરંતુ હાલમાં ગોંડલ બ્રિજ ડેમેજ હોય માટે દરેક ડેપો દ્વારા મિની બસ દ્વારા સંચાલન કરાઇ રહ્યું છે. પરંતુ જામજોધપુર સાળંગપુર ધંધુકા એસ્પ્રેસ બસમાં અત્યંત જુના અને ખખડધજ મિની બસ વાહનો ફાળવવામાં આવે છે. જેથી ગમે ત્યારે બ્રેક ડાઉન થાય છે અને મુસાફરો ખુબ હાડમારી ભોગવવી રહ્યા છે
હાલ જામજોધપુર ડેપો ખાતે લોકલ રૂટ ઉપર નવી મિની બસો ચાલુ છે જ્યારે ધંધુકા એક્સપ્રેસ ૫૫૪ કી.મી લાંબા એક્સપ્રેસ સીસી બસ રૂટમાં કોઈ ડ્રાઈવર લોકલ રૂટમા પણનાં લઇ જાય એવાં ખખડધજ વાહનો જાણી જોઈને ચલાવાઇ રહ્યા છે. જેથી કોઈ સ્ટેન્ડે સમયસરનાં પહોંચે અને કોઈ પણ બસ અનિયમિત થાય એટલે દેખીતા ઇન્કમ ઓછી મળે જેથી ઓછી આવકના બહાને આ લોક ઉપયોગી બસ બંધ કરવામાં સરળતા રહે આ બસ પાંચ વર્ષ પહેલાં ટાઇમ સ્ટાર તરીકે જાણીતી હતી.આ બસ રૂટ સાથે અનેક પ્રકારના રાજકારણ રમાયા છે. જામજોધપુર ઉપલેટા ધોરાજી જેવા મોટા તાલુકા મથકે થી યાત્રાધામ સાળંગપુર બરવાળા ધંધુકા તરફ જવા માટે એક માત્ર આ બસ રૂટ છે.
જેમાં શ્રધ્ધાળુઓ સવારે સાળંગપુર જઇ અને સાંજે પરત આવી શકે છે. પહેલા આ રૂટમા ખુબ જાત મહેનત કરી કાયમી ઓછાં ડીઝલ વપરાશે સારી આવક લાવતા સમયસર બસ પહોંચાડતા મુસાફરો સાથે ખુબ સારો વ્યવહાર કરતા ડ્રાઈવરોને ફક્ત કિન્નાખોરીના કારણે આ રૂટ થી દુર કરવામાં આવ્યાં છે. જેથી આવક ઓછી મળે અને તંત્રને ધંધુકા રૂટ બંધ કરવામાં કોઈ વિઘનો નાં આવે. અંતે ખોટ તો એસટી અને મુસાફરોને જ છે.
આવી બધી મેલી કૂટનીતિમાં અંતે ભોગ તો આમ મુસાફરોજ બને છે. અધીકારીઓને રજૂઆત કરીએ તો રટણ મુજબના જ જવાબો મળે છે કે આ બસમાં પોષણક્ષમ આવક નથી મળતી. પણ શું કારણથી આવક ઓછી મળે છે.? એ બાબત ક્યારેય મોનિટરીંગ કરાતું નથી. એક બાજુ રાજ્ય સરકાર એસ.ટી. ને નવા વાહનો અને મુસાફરોને અનન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તનતોડ મહેનત કરે છે ત્યારે જામજોધપુર ડેપોમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. આ બસ છેલ્લા ૪૫ દીવસમાં ફક્ત ૨૦ દીવસ સમયસર ચાલી હશે. ટાઇમ ટેબલ વગરની બસનો મુસાફરો બીજી વખત ભરોસો કરતા નથી. આ રૂટમા વહેલી તકે નવી મિની બસ ચલાવવામાં આવે અને સમયસર સંચાલન ઉપર ધ્યાન આપવું. તેમજ આ રૂટમા દર ૨૫ કીમીએ એક એસટી ડેપો આવે છે જેથી હોટલ સ્ટોપનો કોઈ મતલબ નથી હોટલ સ્ટોપના કારણે પણ સમયનો વ્યય થાય છે. જામજોધપુર ધંધુકા એક્સપ્રેસ બસ રૂટ બાબત રાષ્ટ્રીય માનવાધિકાર સુરક્ષા સમિતિ જામનગર જિલ્લા સચિવ કલ્પેન્દ્રસિંહજી એન. ચુડાસમા દ્વારા નિગમના એમડી તથા વાહન વ્યવહાર મંત્રીનેં વિગતે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech