રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં જામનગર રોડ થી સ્માર્ટ સિટી એરિયા સુધીના રિંગ રોડ ટુને ફોર ટ્રેક બનાવવા માટેનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્રારા રજૂ કરવામાં આવી છે. ૦.૪૫ ટકા ડાઉન ભાવથી કલાસિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડને કામ આપવા દરખાસ્તમાં કમિશનરે સૂચવ્યું છે. વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા – વેસ્ટ ઝોન હેઠળનો ૧૫૦ ફુટ રીંગ રોડ–ર (જામનગર હાઇ–વે થી સ્માર્ટ સીટી) ડેવલપ કરવા (પેકેઝ–૧)નાં કામે કુલ ા.૨૬,૧૩,૮૫,૮૫૩– (અંકે પિયા છવ્વીસ કરોડ તેર લાખ પંચ્યાસી હજાર આઠસો ત્રેપન પુરા) તથા પ્રવર્તમાન ૧૮.૦૦ % જી.એસ.ટી. વિગેરે સહિત આ કામે કુલ ા.૩૦,૮૬,૦૦,૦૦૦– (અંકે પિયા ત્રીસ કરોડ છયાસી લાખ પુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. પા કામે અંદાજે ૨૧૦૦ રનીંગ મીટરમાં રસ્તાને ડેવલપ કરવામાં આવશે. જેમાં બંને તરફે ૧૦.૫૦ મીટરનો કેરેઝ–વે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તથા બે બોકસ કલવર્ટ અને ચાર પાઇપ કલવર્ટનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે ૫૦૦૦૦૦ લોકોને ફાયદો થશે. અને ા.૨૬,૧૩,૮૫,૮૫૩– (અંકે પિયા છવ્વીસ કરોડ તેર લાખ પંચ્યાસી હજાર આઠસો ત્રેપન પુરા) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ.
દરમિયાન આ ટેન્ડર પ્રક્રિયામાં બે એજન્સીઓના ટેન્ડર આવ્યા હતા જેના ભાવ વધુ જણાતાં તેમાં વિશેષ ઘટાડા માટે ટેન્ડર મૂલ્યાંકન સમિતિ સમક્ષ રજુ કરવામાં આવતા સમિતિ દ્રારા રિટેન્ડર કરવા માટે અભિપ્રાય આવ્યો હતો ત્યારબાદ રિટેન્ડર કરવામાં આવ્યું તેમાં પણ અગાઉ આવ્યા હતા તે જ બે એજન્સીઓના ટેન્ડર આવ્યા હતા અને બંને કવોલિફાઇ થયા હતા, રિટેન્ડરમાં કલાસિક નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડએ ૦.૪૫ ટકા ડાઉન ભાવથી અને પવન કન્સ્ટ્રકશન કંપનીએ ૦.૮૧ ટકા ડાઉન ભાવથી ઓફર રજૂ કરી હતી જેમાં કલાસિક કન્સ્ટ્રકશનના ભાવ ઓછા હોય તેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું અને કુલ પિયા ૩૦.૭૦ કરોડમાં (૧૮ ટકા જીએસટી અલગથી ચૂકવવા તેમજ બાંધકામ મટિરિયલ્સમાં પ્રાઇસ વેરીએશન અલગથી ચુકવવાની ટેન્ડર શરતો સાથે) કામ આપવા મ્યુનિ.કમિશનર તુષાર ડી.સુમેરા દ્રારા સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્ત કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ કોન્ટ્રાકટ ફાઇનલ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMપાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગરના સેના જવાન ઈજાગ્રસ્ત
May 13, 2025 04:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech