મિલકત વેરા વળતર યોજનાનો આવતા સપ્તાહથી પ્રારંભ

  • April 05, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રતિવર્ષ એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકતધારકોને ૧૦ ટકા વેરા વળતર આપવામાં આવતું હોય છે અને તે યોજનાનો એપ્રિલ માસથી પ્રારભં થતો હોય છે. દરમિયાન આજે રાજકોટ મ્યુનિ. કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે, આ વર્ષે મિલકત વેરામાં વળતર યોજનાનો પ્રારભં આગામી સાહના પ્રારંભિક દિવસોમાં કરવામાં આવશે. એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા વળતર અપાશે અને જો મિલકતધારક મહિલા હશે તો તેમને વિશેષ ૫ ટકા સહિત કુલ ૧૫ ટકા વળતર અપાશે. આ ઉપરાંત વિવિધ કેટેગરીઓમાં પ્રતિવર્ષ જે મુજબ વળતર અપાતું હોય છે તે મુજબનું વળતર અપાશે.

વિશેષમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં નાણાકિય વર્ષ પૂરું થયું હોય સિસ્ટમનું અપગ્રેડેશન ચાલી રહ્યું છે જે પૂર્ણ થયે તુરતં જ મિલકત વેરા વળતર યોજના અમલી કરાશે. ગત વર્ષમાં ૩૬૫ કરોડની મિલકત વેરા આવક થઈ હતી જે હાલ સુધીની સર્વાધિક આવક છે. ગત વર્ષે ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન એડવાન્સ વેરો ચૂકતે કયર્ો હતો ત્યારે આ વર્ષે પણ કરદાતાઓ વેરા વળતર યોજનાનો બહોળી સંખ્યામાં લાભ લેશે તેવી તંત્રને અપેક્ષા છે.

મિલકત વેરામાં વેરા વળતર યોજના અંતર્ગત વેરો ચૂકવે તેમાં દરેક મિલકતધારકને ૧૦ ટકા વેરા વળતર, મિલકતધારક મહિલા હોય તો વિશેષ ૫ ટકા વેરા વળતર તદુપરાંત અર્લિબર્ડ ડિસ્કાઉન્ટ તરીકે ઓનલાઈન વેરો ભરનારને વિશેષ ૧ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જે ડિસ્કાઉન્ટ ગત વર્ષે અપાતા હતા તેમાં દિવ્યાંગોને અપાતા ડિસ્કાઉન્ટ સહિતના દરેક ડિસ્કાઉન્ટ રાબેતા મુજબ યથાવત રાખવામાં આવ્યા છે. દિવ્યાંગોને વિશેષ ૫ ટકા વળતર અપાશેે. આ ઉપરાંત જે પ્રામાણિક કરદાતાઓ સતત ૩ વર્ષથી એડવાન્સ વેરો ભરપાઈ કરતા હોય તેમને વધારાનું ૧ ટકા વળતર આપવામાં આવશે.
અત્રે ઉલ્લ ેખનિય છે કે, ગત વર્ષે પ્રામાણિક કરદાતાઓએ જ મહાપાલિકાની તિજોરી વેરા વળતર યોજનામાં છલકાવી દીધી હતી. કુલ ટાર્ગેટની ૫૦ ટકા આવક વેરા વળતર યોજના અંતર્ગત જ થઈ ગઈ હતી અને આગામી વર્ષે પણ તેવું જ થશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં મિલકત વેરાની આવકનો ટાર્ગેટ મ્યુનિ. કમિશનર દ્રારા ૪૧૦ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application