રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી આજે સતત ત્રીજા દિવસે રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચએ સોનીબજારમાં મુકામ કરીને રિકવરી ડ્રાઇવ અંતર્ગત વૈભવ કોમ્પ્લેક્ષમાં શોપ નં.૨૦૧ તેમજ અન્ય એક યુનિટ સહિત બે પ્રોપર્ટી સીલ કરી હતી. યારે અન્ય ત્રણ યુનિટને મિલકત જિની નોટીસ આપતા બાકીદારોએ સ્થળ ઉપર જ .૩.૦૫ લાખનો સંપૂર્ણ બાકી વેરો ચૂકતે કર્યેા હતો. મોટી રકમનો મિલકતવેરો વર્ષેાથી બાકી હોય તેવા જવેલર્સનું લિસ્ટ તૈયાર કરી કાર્યવાહી કરાઇ રહી છે. આજે શહેરમાં મિલ્કતવેરાના બાકીદારોની કુલ ૧૫ મિલ્કતો સીલ કરાઇ હતી. પાંચ મિલ્કતોને ટાંચ જીની નોટીસની બજવણી કરાઇ હતી અને કુલ ા.૩૨.૮૬ લાખની વેરા વસુલાત કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, આજે વોર્ડ નં–૫માં કુવાડવા રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૫૦,૦૦૦નો ચેક આપેલ, વોર્ડ નં.૬માં સતં કબીર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૧,૦૦૦, વોર્ડ નં.૭માં સોની બજારમાં આવેલ વૈભવ કોમ્પ્લેક્ષમાં શોપ નં–૨૦૧ સીલ, સોની બજારમાં અન્ય ૧ યુનિટ સીલ, સોની બજારમાં ૩ યુનિટને નોટીસ સામે રીકવરી .૩.૦૫ લાખ, નવાનાકા રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૬૫ લાખ, ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૬૦,૦૦૦, વોર્ડ નં.૧૩માં મવડી ઇન્ડ એરીયામાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૨૬ લાખ, વોર્ડ નં.૧૬મા ગોકુલનગરમાં આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૩,૧૦૦, વોર્ડ નં.૧૭માં ૧૫૦ ફુટ રોડ પર આવેલ ૧–યુનિટ સીલ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ ૧– યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા .૧.૨૦ લાખ, નેહ નગરમાં ૨–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૦૦ લાખ, બોલબાલા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૩,૯૦૦, ૪૦ ફુટ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૦,૦૮૪, આરતી સોસાયટી મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કારતા રીકવરી .૧.૦૦ લાખ, કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech