દ્વારકા જિલ્લાના ત્રણ પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન

  • August 02, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.ઓ.જી.ના પ્રશાંત સિંગરખીયાને બઢતી


રાજ્યના ડી.જી. વિકાસ સહાય દ્વારા ગઈકાલે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 233 પી.એસ.આઈ.ને પી.આઈ. તરીકેના પ્રમોશનના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ ત્રણ અધિકારીઓ સામેલ છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી એસ.ઓ.જી. કચેરીના ઈન્ચાર્જ પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પી.ડી. વાંદા અને વી.બી. પિઠીયાને પણ પી.એસ.આઈ.માંથી બઢતી આપીને પી.આઈ. તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application