રાજય સરકાર દ્રારા રાય પોલીસ દળના ૫૫૮ ફોજદાર (પીએસઆઈ)ને પોલીસ ઈન્સ્પેકટરના પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. સિલેકટ થયેલા તમામ પીએસઆઈના વર્તમાન કિલયરન્સ પૂછાયા છે. રાજકોટના વર્તમાન અને પૂર્વ મળી ૧૦થી વધુ પીએસઆઈનો પણ પ્રમોશન લિસ્ટમાં સમાવેશ કરાયો છે. ૩૫૮ પૈકી જેઓની સામે કેસ કે ખાતાકીય તપાસ કે આવી ગંભીર કોઈ બીના ચાલતી હશે તો તેમના પ્રમોશન અટકશે.
ગૃહ વિભાગ દ્રારા પોલીસ દળના બિન હથિયારધારી વર્ગ–૩માં સમાવિષ્ટ્ર પીએસઆઈને વર્ગ–૨માં પીઆઈ તરીકે સમાવવાનો બઢતી આપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ખાતાકીય બઢતી પસંદનગીની બેઠકમાં ફોજદારની નોકરીનો સમય તેમજ જે ખાતાકીય પરિક્ષા આપીને પોલીસમેનથી પીએસઆઈ સુધી પહોંચ્યા છે તેમનો સમાવેશ થયો છે. રાજયના પોલીસ કમિશનરેટ એરિયા તથા જિલ્લ ાઓમાં ફરજ બજાવતા આવા પીએસઆઈ પૈકી ૩૫૮ કર્મચારીને પસદં કરાયા છે.
રાજકોટ શહેરમાં પીએસઆઈ તરીકે હાલ ફરજ બજાવતા કે અગાઉ ફરજ બજાવી ચૂકેલા નાઈ પરેશકુમાર, રોહડિયા પ્રધ્યુમનસિંહ, ધાધલ મુળુભા, રાણા જનકસિંહ, પરમાર જગદીશભાઈ, ધાખડા પ્રવિણભાઈ, જાડેજા અરવિંદસિંહ, ધાંધલીયા હસમુખભાઇ, સાકરિયા ધવલભાઈ, ધામા પ્રવિણભાઇ, શુકલા જયપ્રકાશભાઈ, ગીડા અશોકભાઈ, રાણા મુળરાજસિંહ, હેરભા હરેશભાઈ, ઝાલા ભુપેન્દ્રસિંહ, પટેલ હિરલબેન, પરમાર અમરદિપ સિંહ,પરમાર ચંદ્રસિંહ, ગંગાનીયા ફરીદાબહેન તેમજ રાજકોટ રૂરલના ઝાલા મહિપાલ સિંહ, ગોહિલ કુલદિપસિંહ, ગોહિલ રાજદિપસિંહ, કનારા વલ્લભભાઇ, યાદવ મહેશકુમાર, રાણા સિધ્ધરાજસિંહ, રાદડીયા સંદિપકુમાર, બડવા દિલીપકુમાર ઝાલા જયદિપસિંહ, કોઠીયા વિપુલકુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં ફરજ બજાવતા પીએસઆઈના પણ પ્રમોશનની યાદીમાં નામ છે. ૩૫૮ પીએસઆઈને હવે કયારે ટુ સ્ટારમાંથી થ્રી સ્ટાર મળે તેનો ઈન્તજાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech