ખંભાળિયા નજીક પુરપાટ જતું મોટરસાયકલ સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ

  • July 03, 2021 11:18 AM 

ખંભાળિયા નજીકના યોગેશ્વર નગર- 2 ખાતે રહેતા મહેન્દ્રભાઇ ઊર્ફે મુકેશભાઈ ત્રિવેદીનો 21 વર્ષીય વિદ્યાર્થી યુવાન પુત્ર રાજ ગત તારીખ 25 ના રોજ પોતાના જી.જે.37 ડી. 5287 પર બેસીને જઈ રહ્યો હતો, ત્યારે ખંભાળિયા નજીક હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલપંપ પાસે  એક ગોળાઈ પાસે વણાંક લેતા આ મોટરસાઇકલ સ્લીપ થઇ ગયું હતું. જેના કારણે રાજને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક રાજ ત્રિવેદી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS