વડિયાના આસપાસના ગ્રામીણ વિસ્તાર વિકાસ અને ઉધોગો વિહોણો હોવાથી ઘણા વર્ષેાથી લોકો દિન પ્રતિદિન સ્થળાતર કરતા જોવા મળ્યા છે અને અનેક પરિવારો આ રોજગારી વિહોણા પછાત વિસ્તારમાંથી હાલ સુરત, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભચ, વલસાડ, વાપી,મુંબઈ સહિતના વિસ્તારોમાં રોજગારી અર્થે સ્થળાતરીત થઈ ત્યાં વસવાટ શ કર્યેા છે. આ પરિવારોના વડીલો અને અન્ય લોકો હાલ આ વિસ્તારમાં વસવાટ કરે છે તેમની ખેતી અહીં હોવાથી રોજની અનેક બસો આ વિસ્તારમાંથી સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં રોજ જાય છે ત્યારે ભૂતકાળમાં વડિયા માં રેલવેની મીટર ગેજ સુવિધાઓ હોવાથી ફકત એક જ ટ્રેન જેતલસર ઢસા ચાલતી હતી હાલ આ રેલવે ટ્રેક બ્રોડગેજ અને ઈલેકિટ્રક બનતા હવે અહીંથી અમદાવાદ, સુરત, મુંબઈ સહીતની અનેક મોટા નગરોને ટ્રેન કનેકિટવિટી આપી શકાય તેમ છે. સાંસદની ચૂંટણી પેહલા સોમનાથ બનારસ ની સાાહિક ટ્રેન ના સ્વાગત માટે આવેલા નેતાઓ દ્રારા વડિયા રેલવે સ્ટેશને મોટા મોટા વચનોની લ્હાણી થઈ હતી જેમા વડિયા થી સુરત અને અમદાવાદ ની કાયમી ટ્રેન મળશે, વડિયા ના ટ્રેક પરથી વંદે ભારત ટ્રેન શ થશે, આ સિવાય લાંબા અંતર ની અનેક ટ્રેનો ટૂંકા ગાળામાં અહીંથી શ થશે.
સાંસદની ચૂંટણીમાં અમરેલી લોકસભા મતવિસ્તારમાં ઉમેદવાર ભરત સુતરીયા આવતા અને ભવ્ય વિજય બનતા તે પૂર્વ સાંસદ એ કરેલા વાયદાઓ હાલ સાંસદની ચૂંટણી બાદ અભેરાઈએ ચડાવી દીધા હોય તેવુ લાગી રહ્યું છે ત્યારે વર્તમાન સાંસદ ભરત સુતરીયાને વડિયા કુંકાવાવ તાલુકામાંથી ખોબલે ખોબલે લોકોએ મત આપ્યા છે આ વિસ્તાર ની રેલવે ની સુવિધાઓ વધારવા માટે તે આગળ આવે અને હાલ ડેઇલી સુરત અને અમદાવાદ ની ટ્રેન શ થાય સાથે લાંબા અંતર ની ટ્રેનો પણ શ થાય તો આ વિસ્તાર ના લોકોને મોટી રાહત મળી શકે તેમ છે ત્યારે વડિયા કુંકાવાવ ને જોડતી રેલવે સેવાઓ વધારવા નવા ચૂંટાયેલા સાંસદ ભરત સુતરીયા આગળ આવે અને વડિયા કુંકાવાવ તાલુકાને વધુને વધુ રેલવે સુવિધાઓ અપાવે તેવી સમગ્ર વિસ્તાર મા લોક માંગણી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech