કૂનો જંગલમાં કિલકારી ગૂંજતા પ્રોજકટ ચિત્તાને મળી સફળતા

  • January 04, 2024 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષના ત્રીજા દિવસે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર આવ્યા છે. અહીં માદા ચિત્તા આશાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. પ્રોજેકટ ચિત્તા હેઠળના પ્રથમ તબક્કામાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ નામિબિયાથી કુનો લાવવામાં આવેલા આઠ ચિત્તાઓમાં આશાનો સમાવેશ થાય છે. કુનો મેનેજમેન્ટે બુધવારે બચ્ચાંના વિડિયો અને ફોટા જાહેર કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે લખ્યું કે, જંગલમાં મ્યાઉ. આ સાથે જ તેમણે ખુશી વ્યકત કરી જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ ચિત્તા માટે એક મોટી સફળતા છે, જેની કલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પર્યાવરણીય સંતુલન પુન:સ્થાપિત કરવા માટે કરવામાં આવી હતી. મંત્રી યાદવે પ્રોજેકટ સાથે સંકળાયેલા તમામ નિષ્ણાંતો, કુનો વન્યજીવ અધિકારીઓ અને ભારતના વન્યજીવ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કુનો નેશનલ પાર્કમાં નવા ૧૨ ચિત્તાઓનું સ્વાગત કયુ હતું. ૧૮ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ૧૨ ચિત્તાઓને છોડવામાં આવ્યા હતા. આ વિષય પર વડાપ્રધાન મોદીનું કહેવું હતુ કે, આ વિકાસ ભારતની વન્યજીવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે.

આ તરફ કુનો નેશનલ પાર્કના સીસીએફ ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું કે, બચ્ચાની આંખો ખુલી ગઈ છે. આપને જણાવી દઇએ કે જન્મ થયા બાદ આંખો ખુલતા લગભગ એક સાહનો સમય લાગે છે. ત્યારે આ બચ્ચાનો જન્મ ૨૬મી ડિસેમ્બરે થયો હતો. આ માહિતી સેટેલાઇટ તસવીરો પરથી મળી છે. જયારે કે ફોટા અને વિડિયો બુધવારે લેવામાં આવ્યા હતા. ચિત્તાબાળના જન્મ બાદ કેન્દ્રીય વન મંત્રી યાદવે ટિટર (એકસ) પર લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા કલ્પવામાં આવેલા પ્રોજેકટ ચિત્તાની આ એક જબરદસ્ત સફળતા છે.

કુનો નેશનલ પાર્કમાં હવે ૧૮ ચિત્તા થઇ ગયા છે. ૨૪માર્ચ, ૨૦૨૩ના રોજ માદા ચિત્તા વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ તેમાંથી ત્રણના મોત થયા હતા. એટલે હાલ કુનો નેશનલ પાર્કમાં ૧૮ ચિત્તા છે. તેમાંથી ૧૪ પુખ્ત અને ચાર બચ્ચાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ ૧૨ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવ્યા હતા. આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ખસેડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના દ્રારા ૧૨ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ગ્વાલિયર અને ત્યારબાદ કુનો નેશનલ પાર્કમાં હેલિકોપ્ટર દ્રારા શિટ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રાન્સલોકેશન કવાયત દરમિયાન ચિત્તા નિષ્ણાંતો, પશુચિકિત્સકો અને વરિ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ચિત્તાઓ સાથે હતું. આ પહેલા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ આઠ ચિત્તા નામીબીયાથી ભારત લાવવામાં આવ્યા હતા. આ ચિત્તાઓને વડાપ્રધાન મોદીએ કવોરેન્ટાઈન બોમાસમાં છોડા હતા. ફરજિયાત સંસર્ગનિષેધ સમયગાળા બાદ આ ચિત્તાઓને તબક્કાવાર રીતે મોટા ઘેરામાં મુકત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, ભારતમાં ચિત્તા રિહેબિલિટેશન એકશન પ્લાન મુજબ, ઓછામાં ઓછા આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે આફ્રિકન દેશોમાંથી ૧૦ –૧૨ ચિત્તાઓને સ્થાનાંતરિત કરવાની આવશ્યકતા છે. આ સંદર્ભમાં, ભારત સરકાર વર્ષ ૨૦૨૧થી ચિત્તા સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ માટે દક્ષિણ આફ્રિકા સાથે દ્રિપક્ષીય વાટાઘાટો કરી રહી હતી. જાન્યુઆરી, ૨૦૨૩માં દક્ષિણ આફ્રિકા સાથે એમઓયુ પર હસ્તાક્ષર સાથે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application