દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો નજીકના વિસ્તારમાં કોપીયર મશીનનો ઉપયોગ કરી કરવા પર પ્રતિબંધ

  • July 08, 2021 10:31 AM 

ગુજરાત રાજ્ય સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા આયોજીત એસ.એસ.સી. તથા એચ.એસ.સી.ની વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના રીપીટર, પૃથ્થક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષા તારીખ 15 જૂનથી તા. 28 જૂન દરમ્યાન યોજાનાર છે. જે પરીક્ષા દરમિયાન ચોરીઓના દુષણના કારણે વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપ્રત્રો કે તેના તૈયાર ઉત્તરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલી દરખાસ્તને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ એક હુકમ કર્યો છે.

આ હુકમ અન્વયે એચ.એસ.સી.ની પરીક્ષા માટેના ખંભાળિયા ખાતે સ્થિત એમ.જી.દત્તાણી ગર્લ્સ હાઈસ્કુલ, આર.એન. વારોતરીયા કન્યા વિદ્યાલય, નવચેતન સ્કુલ ફોર ગર્લ્સ, પંચમ ડ્રીમ સ્કુલ, નવચેતન વિદ્યાલય, વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કુલ, શિવમ ગર્લ્સ હાઈસ્કુલ, જી.વી.જે. હાઈસ્કુલ અને એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ કેન્દ્રો તથા એસ.એસ.સી.ની પરીક્ષા માટે ભાણવડ ખાતે સ્થિત વી.એમ. ઘેલાણી સરકારી હાઈસ્કુલ, માતૃશ્રી એસ.આર. કરમુર હાઈસ્કુલ, એમ.વી. ઘેલાણી કન્યા વિદ્યાલય, પાર્થ માધ્યમિક શાળા, દ્વારકા ખાતે સ્થિત મોડેલ સ્કુલ અને એન.ડી.એચ.હાઈસ્કુલ, ખંભાળિયા ખાતે એસ.એન.ડી.ટી.હાઈસ્કુલ, આદર્શ વિદ્યાલય, સેન્ટ કર્વે હાઈસ્કુલ, શારદા હાઈસ્કુલ, શેઠ દા.સુ.ગર્લ્સ હાઈસ્કુલ, એમ.ઓ.વાયા બોયઝ હાઈસ્કુલ, ડ્રીમલાઈન હાઈસ્કુલ, મીઠાપુર ખાતે સ્થિત મીઠાપુર હાઈસ્કુલ, સરસ્વતી માધ્યમિક શાળા, વિદ્યાજ્યોતી ગર્લ્સ હાઈસ્કુલ, ભાટીયા ખાતે સ્થિત પી.આર.એસ. હાઈસ્કુલ, એલ.એન. પરમાર હાઈસ્કુલ, આર.એસ. કંડોરીયા હાઈસ્કુલ, કલ્યાણપુર ખાતે સ્થિત મોડેલ સ્કુલ, કર્મયોગ વિદ્યાલય અને વાડીનાર ખાતે સ્થિત સેન્ટ આન્સ હાઈસ્કુલ સહિતના પરીક્ષા કેન્દ્રોની આજૂબાજૂના 100 મીટરના વિસ્તારમાં તા. 15 થી તા. 28 જુલાઈ સુધી (બંને દિવસો સહિત જાહેર રજા સિવાયના) સવારના 9 થી સાંજના 7 સુધી કોપીયર મશીન દ્વારા ઝેરોક્ષ અને કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી, અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ તેઓના કોપીયર મશીન બંધ રાખવા તેમજ  ઉપર દર્શાવેલ પરીક્ષા કેન્દ્રમાં કોઈએ (સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ, ફોન કે અન્ય કોઈ કોમ્યુનિકેશનના ઈલેક્ટ્રોનિક્સ સાધનો કે ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS