શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકાયો

  • May 29, 2021 11:01 AM 

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ  શાંત, રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ શિવરાજપુર બિચ પર ત્રણ કિલોમિટરની ત્રિજયામાં પ્‍લાસ્‍ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્‍ધ કર્યું છે. આ જાહેરનામું તા. 26 જુલાઈ સુધી અમલમાં રહેશે. જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS