ઉદ્યોગો પર કોરોનાનું ગ્રહણ : ગત મહિનામાં મારુતિ સુઝુકીના ઉત્પાદનમાં ભારે ઘટાડો

  • May 07, 2021 03:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરાણાની બીજી લહેરનો સૌથી વધુ માર ઉદ્યોગ જગત ઉપર જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે ઉદ્યોગ જગત સ્વૈચ્છાએ લોકડાઊન તરફ વળ્યું છે. ત્યારે મોટી મોટી કંપનીઓમાં સતત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

 

 

સામાન્ય રીતે જ્યારે કોઈ કંપનીના ઉત્પાદન, વેચાણ અથવા તો કમાણીના આંકડાઓની તુલના કરવામાં આવે છે. ત્યારે તેજ મહિનાના ગત વર્ષના આંકડાઓ સાથે તે તુલના થતી હોય છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં કોરોનાવાયરસના કારણે દેશભરમાં લોકડાઊન કરવામાં આવ્યું હતું. એવામાં મારુતિ સુઝુકી દ્વારા એપ્રિલ 2020 માં કોઈ ઉત્પાદન થઈ શક્યું નહોતું. આથી આ વર્ષના આંકડાઓની તુલના ગત વર્ષની સાથે થઈ શકશે નહીં.

 

 

મારુતિ સુઝુકી દ્વારા શેરબજારને મોકલવામાં આવેલી જાણકારી અનુસાર એપ્રિલ 2021માં માર્ચ 2021ની તુલનાએ ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. કંપનીએ આ દરમિયાન માત્ર 159955 વાહનોનું ઉત્પાદન કર્યું છે. કોરોના કાળમાં કંપનીએ તેના વાહનોની ઉત્પાદન ક્ષમતા સાથે સાથે ઉત્પાદન પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે અને નાની કારનું ઉત્પાદન વધાર્યું છે. જ્યારે કોમ્પેક્ટ કારના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. કંપનીની એસ-ક્રોસ ,અર્ટીગા, વીટારા બ્રેજા જેવી કારના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાયો છે. દેશમાં એક તરફ મેડિકલ ઓક્સિજનની કમી છે ત્યારે ઉદ્યોગિક ઓક્સિજન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે અનેક ઔદ્યોગિક એકમો બંધ કરવાનો વારો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS