ચેલા, જગા સીમ, જાંબુડી વિસ્તાર અને જામજોધપુરમાં પોલીસ પ્રગટી : દારુ, આથો અને સાધનો કબ્જે : દરેડમાં શરાબની બોટલ સાથે એક ઝબ્બે
જામનગર પંથકમાં દેશી-વિદેશી દારુ અંગે પોલીસના દરોડા યથાવત રહયા છે, ગઇકાલે જુદા જુદા વિસ્તારોમાં દેશી અંગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જગા સીમ, ચેલા ગામ, વેરાવળ વાડી વિસ્તાર, જામજોધપુર તથા દરેડ વિસ્તારનો સમાવેશ થાય છે, આ દરોડામાં દેશી દારુ બનાવવાની ભઠ્ઠીના સાધનો, આથો અને દેશી દારુ કબ્જે કરાયો હતો.
જામનગર તાલુકાના જગા ગામમાં રહેતા હિતેન્દ્રસિંહ બચુભા જાડેજા નામનો શખ્સ ડેમ કાંઠે દેશી દારુની ભઠ્ઠી ચલાવે છે એવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી ૨૦૦ લીટર આથો, દારુ બનાવવાના ૨૧૦૦ની કિંમતના સાધનો જપ્ત કર્યા હતા આરોપી ભાગી ગયો હતો.
બીજા દરોડામાં જામનગર નજીક ચેલા ગામ પાસે દેશી દારુ અંગેની બાતમી મળતા એલસીબીએ દરોડો પાડયો હતો જેમાં ૬૦ લીટર આથો, ૧૯ લીટર દારુ, ભઠ્ઠીના સાધનો કબ્જે કરી મુળ રાજસ્થાન અને હાલ ચેલા-૨ સીએનજી પંપ પાસે રહેતા શિવરાજસિંહ ગુમાનસિંહ શેખાવતને પકડી લીધો હતો, જયારે ચેલા-૨ના અરુણાબા હેમતસિંહ ભટ્ટી, જયદિપસિંહ રણજીતસિંહ ભટ્ટી, વિમલસિંહ બહાદુરસિંહ કેરની સંડોવણી સામે આવી હતી, આ તમામની સામે પ્રોહી મુજબ પંચ-બીમાં ફરીયાદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામજોધપુરના વેરાવળ ગામની જાંબુડી વાડી વિસ્તારમાં રહેતા ઇમરાન આમદ રાવકરડાને ત્યાંથી ૪૦ લીટર દેશી દારુ અને ૧૦૦ લીટર આથો મળી આવ્યો હતો, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો તેમજ જામજોધપુરના બસ સ્ટેન્ડ પાસે રહેતા વરજાંગ ઉર્ફે પોલો કેશુ હરીયાણીને ૪ લીટર દેશી દારુ સાથે દબોચી લીધો હતો.
અન્ય એક દરોડામાં જામનગરના ગ્રીનસીટી વિસ્તારમાં આવેલ મંગલધામ સોસાયટીમાં રહેતા ભોલાસિંહ રામનંદનસિંહ પટેલ નામના શખ્સને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે દરેડ બસ સ્ટેન્ડ રોડ પરથી પોલીસે પકડી લીધો હતો.
***
ખંભાળિયામાં બે સ્થળોએ વિદેશી દારૂની કાર્યવાહીમાં એક શખ્સ ઝડપાયો: બે ફરાર
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ભીખુ રાયા ધારાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આ સ્થળેથી વિદેશી દારૂની ત્રણ બોટલ કબજે કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૩૧,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ ન લાગતાં તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના ભટ્ટગામ ગામના પાદરમાં રહેતા નિલેશ માંડણ મોવાણીયા ૨૩ વર્ષના શખ્સને વિદેશી દારૂના ત્રણ ચપલા સાથે પોલીસે ઝડપી લીધો હતો. આ દરોડામાં જામનગરના મયુરનગર વિસ્તારમાં નિકુંજ મારુ નામના સપ્લાયરને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
***
ભાટિયામાં આયુર્વેદિક સીરપના જથ્થા સાથે વિપ્ર શખ્સ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારના પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. વી.આર. શુક્લ તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાટિયામાં સ્ટેશન રોડ ઉપર આવેલી રામેશ્વર સોડા શોપ નામની દુકાનમાં અનઅધિકૃત રીતે લાયસન્સ કે આધાર પુરાવા વગર સેલ્ફ જનરેટેડ આલ્કોહોલવાળી આયુર્વેદિક સીરપ વેચાતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
આથી પોલીસે આ સ્થળેથી રૂપિયા ૩૫,૨૫૦ ની કિંમતની ૨૩૫ બોટલ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કરી, આ પ્રકરણમાં કલ્યાણપુરના નવાપરા વિસ્તારમાં રહેતા ધ્રુવ જનકરાય ભટ્ટ નામના ૪૦ વર્ષના બ્રાહ્મણ યુવાનની અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech