જામનગરમાં ‘આપ’ દ્વારા યૌન શોષણની પીડિતાને ન્યાય અપાવવા વધુ લડત અપાશે

  • June 19, 2021 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી જામનગર આવી પિડિતાઓની લેશે ખાસ મુલાકાત...

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણ મામલે પીડિતાઓને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી મેદાને પડી છે. સમગ્ર પ્રકરણને ઉજાગર કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા લડત ચલાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને હજુ પણ પિડિતાઓને અસંતોષ હોવાથી સોમવારથી વધુ લડત માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી ઈસુદાન ગઢવી આજે સાંજે જામનગર આવી પીડિતાઓની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યું છે.

જામનગરના બહુચર્ચિત કોવિડ હૉસ્પિટલની અટેન્ડન્ટ યુવતિઓના કથિત યૌન શોષણના પ્રકરણની તપાસ ચાલી રહી છે. દરમિયાનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના નેતા આજે બપોર પછી જામનગર આવી પહોંચશે, અને પિડિતાઓ સાથે મુલાકાત કરી તેઓના પ્રશ્નને જાણીને વાચા આપવાનો પ્રયત્ન કરશે, તેમ જ સોમવારથી વધુ લડત માટે નવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ પૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી ઈસુદાન ગઢવી આજે સાંજે 4:30 કલાકે જામનગર આવશે અને જીજી હૉસ્પિટલ પરિસરમાં શોષણનો ભોગ બનનાર તેમજ આંદોલન ચલાવનાર પૂર્વ કર્મીઓની મુલાકાત કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS