દ્વારકા જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ અગિયાર સામે કાર્યવાહી

  • June 26, 2021 10:36 AM 

ખંભાળિયા શહેરમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પણ ખંભાળિયાના બજાણા રોડ પર આઈસર ટ્રક લઈને આવેલા મહાવીરસિંહ બળવંત પરમાર સામે પોલીસે કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાનો અનાદર કરવા બદલ ભાણવડમાં કૌશિક કિશોરભાઈ કારેણા અને રાકેશ રમેશભાઈ વાઘેલા સામે, કરણ ધીરુભાઈ વાઘેલીયા, વાઘાભા વીઘાભા ભગાડ, પોલાભા વીરાભા જગતિયા, સુરેશ ભોલુ મોતીવારસ અને દેવાણ રણમલ રવસી ચારણ સામે દ્વારકા પોલીસમાં, જ્યારે ભીમા નાથા મારુ અને હસમુખ જેન્તીભાઇ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસમાં અને રામસિંગ જગાભા માણેક સામે મીઠાપુર પોલીસમાં કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)