જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્ર સહિતના સંખ્યાબંધ અણઉકેલ પ્રશ્ર્નોની સમસ્યા

  • July 20, 2021 11:39 AM 

મીટીંગમાં ચંદ્રગઢ, રામપર, ઠેબા, સચાણા, ધ્રાંગડા વિગેરે ગામોની રજુઆત કરતા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ

જામનગર જિલ્લા ફરીયાદ સમિતિની મળેલ મીટીંગમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે જિલ્લાના તાલુકાના ગામોના ચેક ડેમ, વીજળી, એસ.ટી., પી.એચ.સી. સેન્ટર, સ્મશાન માટેની જગ્યા નીમ કરવા, અને વિકાસના કામો જિલ્લાની આમ જનતાને અસર કરતા અણઉકેલ પ્રશ્ર્નનો તાકીદે ઉકેલ લાવવા માટે રજુઆત કરેલ છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામથી જામનગર બાયપાસને જોડતો રસ્તો બનાવવા, ઉચ્ચતર પગાર ધોરણ તથા જનરલ પ્રો.ફંડનું બાકી ચુકવણા, ચેલા ગામે 66 કે.વી. અને તાલીમ ભવનની બાજુમાં પુલ બનાવવા, ચેલા ર ગામે વરસાદી પાણીના નિકાલ માટે બે પુલીયા બનાવવા, ચેલા ગામે ક્ધયા શાળાથી પશ્ર્ચિમે તથા તાલીમ ભવનની બાજુમાં પુલ બનાવવા, ખીજડીયા સચાણા નોનપ્લાન રસ્તાનું કામ ચાલુ કરવા, સપડા ગામથી હાઇવેને જોડતો રસ્તો રી કાર્પેટ કરવા, સરમત ગમથી સ્ટેટ હાઇવે સુધીનો રસ્તો રીપેર કરવા, ચાવડાથી નેવીમોડા અલીયાથી મોડાથી ગંગાજળાથી રામનગર ચંગા ટુ એસ. એચ.રોડ શેખપાટથી એસ.એચ. રોડ પર જંગલ કટીંગ કરવા, ધુતારપર ગામે પીરવળુ તળાવ તાત્કાલીક રીપેર કરવા રામપર ગામે તળાવ રીપેર કરવા, દરેડ ગામે ગોડાઉન ઝોનના મકા પરથી પસાર થતી વીજ લાઇન બદલવા, ખીમલીયા ગામે વીજ પોલી બદલવા, સચાણા ગામે જે.જી. વાય ફીડરમાં અલગ ટી.સી. તથા વીજ પોલ નાખવા, સચાણા ગામે વીજપોલી ઉભા કરવા,સિક્કા ગામે નવા વીજપોલી નાખવા, ધ્રાંગડા ગામે ખેતીની જમીનમાં નબળા વીજપોલ જગ્યાએ નવા વીજપોલી નાખવા, શેખપાટ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડવચ્ચે આવેલ વીજપોલ બદલવા, દોઢયા ગામે વીજતાર બદલી કેબલ નાખવા, જુના નાગના ગામે વીજ વાયરમાં પી.વી.સી.પાઇપ નાખવા, ચંદ્રગઢ, રામપર, ઠેબા, સચાણા ગામોમાં લો વોલ્ટેજની સમસ્યા દુર કરવા વધારાના ટી.સી. મુકવા, જાંબુડા ખીજડીયા અને ખીમલીયા ગામમાં વીજ પુરવઠાની અનિયમિતતા દુર કરવા લાખાબાદળ ગામે બોરમાં મોટર, પાઇપ લાનઇ તથા વાયરીંગ ફાળવવા, નંદપુરથી જામવંથલી સુધીના રોડનું જંગલ કટીંગ કરવા ધુતારપુર ગામે ક્ષાર અંકુશ વિભાગનું તળાવ રીપેર કરવા, નાના થાવરીયા ગામે સૌની યોજનામાં વાલ્વ મુકી ચેકડેમ ભરવા, જાંબુડા ગામે ડો. આંબેડકર હોલની ગ્રાન્ટ  ફાળવવા, વિભાપર ગામના કોર્પોરેશન તરફથી આપવામાં હાઉસટેકસની નોટીસ રદ કરવા, વીરપર ગામે ઓરીયા પાઇપ લાઇનના આકારમાં સુધારો કરવા, વાવેબેરાજા અનેમ મોટી ખાવડી ગામે જર્જરીત ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવા, જીવાપર અને ખીજડીયા ગામે મફત પ્લોટની સનદ આપવા, ઢીંચડા ગામે પ્રા.શાળામાં મરામત અંગેની ગ્રાન્ટ ફાળવવી, જી.આઇ.ડી.સી. ફેસ 3ના કેમીકલ યુકત પાણીનો નિકાલ કરવો, ચંદ્રાગા, મતવા અને હડમતીયા ગામે નાખવામાં આવેલ સૌની યોજનાના પાઇપ લાઇનનું અધુરુ કામ પુરુ કરી જમીન લેવલીંગ કરવી, દિગ્વીજય ગ્રામ ગ્રામ પંચાયત સંચાલિત કોલેજ રામનગર પ્રા.શાળાની જગ્યામાં બનાવવા, મોટી ખાવડી ગામે 5ોસ્ટ ઓફિસનું મકાન બનાવવા.

ધ્રોલ તાલુકાના ધ્રોલ મુકામે ગાર્ડી કોલેજની બાજુમાં આવેલ તળાવ રીપેર કરવા, મોટા સગાડીયા ગામે મંજુર થયેલ જયોતિગ્રામ ચાલુ કરવા, મોટા ગરેડીયા ગામે પી.એચ.સી. સબ સેન્ટરના મકાનનું કામ પૂર્ણ કરવા, ધ્રોલ રેલ્વે સ્ટેશન પ્રા.શાળામાં બે ધોરણનો ઘટાડો કરવામાં આવેલ તે વધારો કરવો, ધ્રોલ તાલુકામાં ગામ નમુના નં. 6 ની નોંધોનો સમયસર નિકાલ કરવો, લતીપુરથી પીઠડ સુધીનો રસ્તો રીપેર કરવા ધ્રોલ પીઠડ બસ રુટ શરુ કરવા.

જોડીયા તાલુકાના હડીયાણા ગ્રામ પંચાયતનું જર્જરીત મકાન માટેનું પ્રમાણપત્ર આપવા, બાલાચડી ગામે ચેકડેમ રીપેર કરવા તથા કોઝવે બનાવવા, બાલાચડી ગામે પ્રા.શાળાની બાજુમાં નવુ ટી.સી. તથા સ્ટ્રીટ લાઇટના તાર ખેંચવા અને નમી ગયેલ વીજપોલ સીધા કરવા, બેરાજા ગામે ઇન્દીરા આવસાની બાજુમાં સ્ટ્રીટ લાઇટ વીજપોલ ઉભા કરવા, બેરાજા ગામે સ્મશાન કમ્પાઉન્ડની અંદરના વીજપોલી ખસેડવા, કેનડ ગામે પીવાના પાણીની અછત દુર કરવા હડીયાણા ગામે કંકાવટી સિંચાઇ યોજનાની મેઇન કેનાલ, અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન અને માઇનોર  10 અને મરામત કરવા, મેઘપર ગામે આજી-4 સિંચાઇ યોજનાની એલ.બી.એમ.સી.માંથી અલગ સેકશન આપવા, વાવડી ગામનો જળસ્ત્રાવ એકમમાં સમાવેશ કરવા,

કાલાવડ તાલુકાના 66 કે.વી. મોટા ભાડુકીયા સબ સ્ટેશનના સ્ટાફનો પગાર અને પી.એચ. ચુકવવા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇપટેલે ઉપર મુજબના ગામોના જુદા જુદા પ્રશ્ર્નોની મીટીંગમાં રજુ કરતા જવાબદાર અધિકારીઓને લાગુ પડતા અધિકારીઓને આ પ્રશ્ર્નનો તાકીદે નિકાલ લાવવાની સુચના આપી ખાત્રી આપેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS