વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની પહેલી સીટ પર બેસશે, યારે બીજી બાજુ તેમની સામે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પહેલી સીટ પર બેસશે. લોકસભા સચિવાલયમાંથી બહાર પાડવામાં આવેલ બેઠક યોજનામાં, વરિષ્ઠ ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને હવે ગૃહ પ્રધાન અમિત શાહની બાજુમાં પ્રથમ હરોળમાં ચોથી બેઠક આપવામાં આવી છે. પહેલા તેઓ બીજા કોલમમાં સીટ નંબર ૫૮ પર બેસતા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાનની બાજુમાં બીજી સીટ પર બેસશે.
સપા પ્રમુખ અખિલેશ યાદવને આગલી હરોળમાં સીટ નંબર ૩૫૫ ફાળવવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય યાદવની બાજુમાં બેસશે. તેમની પાર્ટીના અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી અને સૌગાતા રોયને બીજી હરોળમાં અનુક્રમે ૨૮૦, ૨૮૧ અને ૨૮૪ બેઠકો ફાળવવામાં આવી છે. ડીએમકેના નેતાઓ ટીઆર બાલુ અને એ રાજાને પણ આગળની હરોળની બેઠકો ફાળવવામાં આવી છે. વાયનાડથી જીતીને પહેલીવાર લોકસભામાં પહોંચેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને ચોથી હરોળમાં સીટ નંબર ૫૧૭ મળ્યો છે. પશ્ચિમ બંગાળના બસીરહાટના સાંસદ ટીએમસીના એસકે નૂલ ઈસ્લામના મૃત્યુ બાદ ગૃહમાં એક સીટ ખાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech