પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં ખોલ્યું ભારતીય રેસ્ટોરન્ટ, જાણો શું છે તેનું નામ

  • March 07, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડથી હોલીવુડ સુધી નામ કમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તે તેના પ્રશંસકોને ખાસ આશ્ચર્ય પણ આપતી રહે છે. ફરી એકવાર પ્રિયંકા ચોપરાએ તેના તમામ ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી છે. અભિનય બાદ તેણે ભારતીય ફૂડને વિદેશમાં પણ પ્રખ્યાત બનાવવાનો નિર્ણય લીધો છે. આ જ કારણ છે કે પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલ્યું છે.

 

આ માહિતી અભિનેત્રી દ્વારા પોતે સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. પ્રિયંકા ચોપરા એ અભિનેત્રીઓમાંની એક છે જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી શું કરે છે અને તે તેના જીવનમાં શું કરવા જઇ રહી છે તે વિશે તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને માહિતી આપતી રહે છે. પ્રિયંકા ચોપડાની ભારતીય રેસ્ટોરન્ટનું નામ સોના છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ ફોટા શેર કર્યા છે.

આ ત્રણમાંથી એકમાં પ્રિયંકા ચોપરાની રેસ્ટોરન્ટનું નામ જોવા મળે છે. જ્યારે બાકીની તસવીરમાં પ્રિયંકા પતિ નિક સાથે ઉદ્ઘાટન પૂજા કરતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ એક લાંબી ચોપડા પોસ્ટ પણ લખી છે અને ચાહકોને સોના રેસ્ટોરન્ટ વિશે માહિતી આપી છે. પ્રિયંકા ચોપડાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'સોનાને તમારી સામે રજૂ કરવામાં હું રોમાંચિત અનુભવ કરું છું. ન્યુ યોર્ક સિટીની એક નવી રેસ્ટોરન્ટ જ્યાં મેં ભારતીય ખાદ્ય પ્રત્યે મારો પ્રેમ રેડ્યો '.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS