શૂટિંગ દરમિયાન પ્રિયંકા ચોપરા ઘાયલ

  • April 17, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રિયંકા ચોપરા હાલમાં ફિલ્મ 'હેડ ઓફ સ્ટેટ'નું શૂટિંગ કરી રહી છે અને તે ઘાયલ થઈ ગઈ છે. સ્ટંટ કરતી વખતે પ્રિયંકાને ઈજા થઈ હતી અને તેના ચહેરા પર લોહીના છાંટા અને સ્ક્રેચ જોવા મળ્યા હતા. પ્રિયંકાના ચહેરા પર ઈજા થઈ છે, જેની તસવીર તેણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે.પ્રિયંકા ચોપરા હાલમાં જ તેની હોલીવુડ ફિલ્મ 'હેડ ઓફ સ્ટેટ'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે સેટ પર તેનો અકસ્માત થયો હતો. આમાં પ્રિયંકાને સામાન્ય ઈજા થઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના ચહેરાની એક તસવીર શેર કરી છે, જેમાં સ્ક્રેચ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તેના ચહેરાને જોઈને લાગે છે કે સ્ટંટ દરમિયાન પ્રિયંકા ખરાબ રીતે પટકાઈ હતી.પ્રિયંકા ચોપરા જોનાસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના ચહેરાની તસવીર શેર કરીને ઉઝરડા બતાવ્યા. તસવીરમાં ચહેરા અને કપાળની જમણી બાજુએ લોહીના છાંટા દેખાય છે. 'હેડ ઓફ સ્ટેટ'માં પ્રિયંકા ખતરનાક એક્શન સીન અને સ્ટંટ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં જોન સીના અને ઈદ્રીસ એલ્બા પણ છે

હેડ ઓફ સ્ટેટ કોમેડી-એક્શન ફિલ્મ હોવાથી શક્ય છે કે પ્રિયંકાને સ્ટંટ કરતી વખતે આ ઈજાઓ થઈ હોય. હાલમાં પ્રિયંકા આ ફિલ્મના શૂટિંગ માટે ફ્રાન્સમાં છે, જ્યાંથી તે તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે. શૂટિંગમાંથી સમય કાઢીને પ્રિયંકા તેની પુત્રી માલતી સાથે ફ્રાન્સની મુલાકાતે પણ છે અને ખૂબ એન્જોય કરી રહી છે. આ પહેલા પ્રિયંકાએ શૂટ માટે જતી વખતે સવારની સેલ્ફી શેર કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News