કોરોનાને કારણે મુક્ત કરેલા કેદીઓએ સરેન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

  • March 01, 2021 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે દેશભરમાંથી 2674 વિચારાધીન કેદીઓને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ કેદીઓએ 15 દિવસની અંદર સરેન્ડર કરવું પડશે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ સંદર્ભે એક આદેશ આપ્યો છે. કોવિડ -19 લોકડાઉનને કારણે આ કેદીઓને જામીન મળી ગયા હતા. તેમને હાઈકોર્ટ દ્વારા 2 અને 13 નવેમ્બર, 2020 ની વચ્ચે તબક્કાવાર રીતે આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું હતું.

હવે સુપ્રીમ કોર્ટે આ તમામ કેદીઓને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ કેદીઓને કોરોનાને કારણે છૂટા કરવામાં આવ્યા હતા, પરંતુ હવે કોરોનાનું જોખમ ઓછું હોવાને કારણે, તેમને પાછા જેલમાં જવા આદેશ આપવામાં આવ્યો છે.

બીજી તરફ, ભારતમાં એક જ દિવસમાં કોવિડ -19 ના નવા 15,510 કેસ નોંધાયા પછી, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1.11 કરોડને વટાવી ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સતત પાંચમાં દિવસે વધી અને તે 1,68,627 પર પહોંચી ગઈ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS