વેરાવળમાં આવેલ સરકારી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ અને બે પ્રોફેસર કોરોના સંક્રમિત આવતા સર્તકતાના ભાગરૂપ તાત્કાલીક ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવેલ છે જ્યારે સંક્રમિતોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. સાયન્સ કોલેજના પ્રીન્સીપાલ સહીતના કોરોનાની ઝપેટમાં આવતા હડકંપનો માહોલ પ્રસર્યો છે અને આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વિઘાર્થીઓમાં ફેલાવવાની ભિતી પ્રસરી છે.
હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓમાં ઉમટતી ભીડ અને ટોળા થકી કોરોનાનું સંક્રમણ માથુ ઉંચકી વકરશે તેવો જાણકારો સંદેહ વ્યકત કરી રહ્યા છે જ્યારે વેરાવળમાં રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલ બોયઝ હાઇસ્કુલના બિલ્ડીંગમાં કાર્યરત સરકારી સાયન્સ કોલેજ થોડા દિવસોથી શરૂ થયેલ છે ત્યારે આજે સાયન્સ કોલેજના પ્રીન્સીપાલ અને બે પ્રોફેસરો કોરોના પોઝીટીવ આવતા હડકંપ જેવી સ્થિતિ પ્રસરી હતી અને સર્તકતાના ભાગરૂપે સાયન્સ કોલેજમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવેલ છે જ્યારે કોરોના સંક્રમતિ આવેલા પ્રિન્સિપાલ અને બંન્ને પ્રોફેસરને ખાસ કોઇ લક્ષણો ન હોવાથી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
સાયન્સ કોલેજમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા હતા જે વિદ્યાર્થીઓમાં આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરે તેવી ભિતી સેવાઇ રહી હોવાથી તમામને સર્તક રહી કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા અને કોઇ તકલીફ જેવું લાગે તો ટેસ્ટ કરાવી લેવા સમજણ આપવામાં આવી છે. બીજી તરફ છેલ્લા ઘણા દિવસો થી ગીર સોમનાથ જીલ્લામાં દરરોજ પાંચ થી સાત કોરોનાના પોઝીટીવ કેસો આવી રહ્યા છે. હાલ જીલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી સંદર્ભે રાજકીય પક્ષોની જાહેરસભા, ગ્રુપ મિંટીગોમાં ઠેર ઠેર લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે એટલે સંભવત: આગામી દિવસોમાં જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AMરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PM