જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનનું રાત્રી રોકાણ : માત્ર ચા ની ચૂસકી લગાવી વડાપ્રધાન બીજા દિવસના કાર્યક્રમ માટે રવાના થયા..

  • March 02, 2025 08:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ઐતિહાસિક રાજાશાહી સમયના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે મોડી સાંજે જામનગરના એરફોર્સ ખાતે આગમન બાદ વડાપ્રધાનનો કાફલો સર્કિટ હાઉસ ખાતે રંગમતી કક્ષમાં નાઈટ હોલ્ટ માટે પહોંચ્યો હતો.


જ્યારે આજકાલને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે વડાપ્રધાન દ્વારા જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ દરમિયાન ભોજન લેવામાં ન આવ્યું હતું અને આજે સવારે પણ તેમના દ્વારા માત્ર ચા ની ચૂસકી લગાવીને જ બીજા દિવસના પ્રવાસ માટે રવાના થયા હતા અને નાસ્તાનો આસ્વાદ માણ્યો ન હતો.



જોકે વડાપ્રધાનની આ અગાઉની જામનગર સર્કિટ હાઉસ ખાતેની મુલાકાતમાં તેમના દ્વારા રાત્રી અને સવારે બંને સમયે ભોજન અને નાસ્તાનો અલગ અલગ સ્વાદ પણ માણ્યો હતો. ગત વખતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા પ્રખ્યાત ખાંડવીનો ભોજનમાં સ્વાદ માણ્યો હતો અને સવારે પણ જામનગરના પ્રખ્યાત ગાંઠીયા સહિતનો નાસ્તો આરોગ્યો હતો. પરંતુ આ વખતે તેમના દ્વારા ન તો રાત્રિ ભોજન લેવામાં આવ્યું કે ન સવારનો નાસ્તો લેવામાં આવ્યો અને માત્ર ચા પીને જ વનતારા ખાતેની મુલાકાત માટે રવાના થયા હતા.


જ્યારે જામનગરનું સર્કિટ હાઉસ ઐતિહાસિક અને રાજાશાહી સમયનું હોય ત્યારે તેની ઓળખ પણ એક અનોખી છે અને વડાપ્રધાન પણ જામનગર આવે ત્યારે આ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરવાનો લાવવો અચૂકથી માણે છે, ત્યારે ગતરાત્રિના તેમના દ્વારા તેમના પસંદિદા એવા રંગમતી કક્ષમાં રાતવાસો કર્યો હતો અને વહેલી સવારે અન્ય કાર્યક્રમ માટે જવા માટે રવાના થયા હતા.

​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application