ટોક્યો ઑલિમ્પિક્સમાં જનાર ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીએ કરી વાતચીત

  • July 13, 2021 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઑલિમ્પિક્સમાં જનાર ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીએ કરી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એટલે મંગળવારે સાંજે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા ઓલિમ્પિકમાં જનાર ભારતીય ટીમ સાથે વાતચીત કરી હતી. જેમા દીપિકા કુમારી, પ્રવીણ જાધવ, સાનિયા મિર્ઝા, પીવી સિંધુ, નીરજ ચોપડા, દુતી ચંદ્ર, આશીષ કુમાર, મેરીકોમ, મનિકા બત્રા, વિનશ ફોગાટ, સાજન પ્રકાશ અને મનપ્રીત સિંહ સમેત 15 ખેલાડીઓ સામેલ હતા.

 

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમને બધાને એકસાથે જોઈને કોમન વસ્તુ નજરે પડી રહી છે, તમે બોલ્ડ, કોન્ફિડેન્ટ અને પોઝિટિવ છો. તમારામાં ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટરમિનેશન પણ જોવા મળી રહ્યું છે. આ ગુણ ન્યૂ ઈન્ડિયામાં પણ છે. રમતની સાથે યોગ્ય રણનીતિ ઘડો. મને વિશ્વાસ છે કે જીત તમારી થશે. પ્રધાનમંત્રી સાથે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજુ પણ હાજર હતા.

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુ સાથે વાતચીત કરી હતી. PM મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે સિંધુ બેડમિન્ટન પ્રેક્ટિસ કરતી હતી ત્યારે તેના માતા-પિતા તેને આઈસ્ક્રીમ ખાતા રોકતા હતા. રમતમાં ફિટનેશ ઘણું મહત્વ રાખે છે, એટલા માટે તે આવું કરતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને કહ્યું કે ટોક્યોમાં તમારી સફળતા પછી તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ

 

ખેલાડીઓ સાથે વાતચીત દરમિયાન PMએ કહ્યું-


મારા માટે તમારા બધા સાથે વાત કરવી એ આનંદનો અવસર હોય છે. કોરોનાને કારણે હું તમને રૂબરૂ મળી શક્યો નથી. ઓલિમ્પિક પછી જરૂર મળીશ.

કોરોનાએ ઘણું બધું બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ બદલાઈ ગયું અને તૈયારીની રીત પણ બદલાઈ ગઈ.

ટોક્યોમાં અલગ પ્રકારનો માહોલ મળશે. આજે ભારતના લોકોને જાણ થઈ છે કે તમે કેટલી મહેનત કરી છે. મને એ જોઈને આનંદ થાય છે કે દેશ તમને પ્રોત્સાહન આપી રહ્યો છે.

નમો એપ પર પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ એપ પર પણ લોકો તમને ચીયર કરી રહ્યા છે. દેશભરની ભાવનાઓ તમારી સાથે જોડાયેલી છે.

કોઈ પણ એથલીટે અપેક્ષાઓના ભાર નીચે દબાવવાની જરૂર નથી. આખું ભારત તમારી સાથે ઊભું છે.

તમે બધા એથલીટ નિર્ભય થઈને રમો. જાપાનમાં તમારું હુન્નર દેખાશે. તમામ ખેલાડીઓને મારી શુભકામના.

ઘણી રમત એવી છે જેમા ખેલીડોઓ પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. આપણે જેવો અભ્યાસ કરીએ છીએ ધીમે ધીમે તે આપણા સ્વભાવનો હિસ્સો બની જાય છે. તમારી ઉર્જાને જોઈને કોઈ શંકા નથી.

એ દિવસ દૂર નથી જ્યારે જીતવું જ ન્યૂ ઈન્ડિયાની આદત બની જશે. જીતવાનું પ્રેશર લઈને રમવાનું નથી. બસ એ જ વિચારો કે મારે બેસ્ટ પરફોર્મ કરવાનું છે.

17 જુલાઈના રોજ ભારતનો પ્રથમ જથ્થો રવાના થશે

ભારતમાંથી 17 જુલાઈના રોજ ખેલાડીઓનો પ્રથમ જથ્થો ટોક્યો જવા રવાના થશે. 23 જુલાઈએ ઓલિમ્પિક શરૂ થશે. ભારત તરફથી આ વર્ષે 126 ખેલાડીઓનું દળ ઓલિમ્પિકમાં રમશે. ભારતમાંથી જનાર અત્યાર સુધીનું આ સૌથી મોટું દળ છે. 18 રમતોની 69 ઈવેન્ટમાં આ ખેલાડીઓ ભાગ લેશે.

 

ભારતથી કુલ 126 એથલેટ્સ ટોક્યો જવા રવાના થશે
ભારતથી 18 વિવિધ રમતોના કુલ 126 ઍથ્લેટ્સ ટોક્યો જવા રવાના થશે. કોઇ પણ ઑલિમ્પિક્સમાં ભારત તરફથી મોકલાતું આ અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. ભારત જે 18 વિવિધ રમતોની કુલ 69 ઇવેન્ટ્સમાં ભાગ લેનાર છે એ પણ દેશ માટે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. ઘણી એવી રમત છે જેમાં ભારત તરફથી પ્રથમ વખત જ રમતવીરને મોકલવામાં આવી રહ્યા છે...પટાબાજીના ઇતિહાસમાં પહેલી વાર ભારતથી એક પટાબાજી ખેલનાર (ભવાની દેવી) ઑલિમ્પિક રમતો માટે ક્વૉલિફાઈ થયાં છે. ઑલિમ્પિક્સ રમતો માટે ઉત્તીર્ણ થનાર નેથ્રા કુમાનન ભારતથી પહેલાં મહિલા નાવિક છે. તરણમાં ‘એ’ ક્વૉલિફિકેશન સ્ટાન્ડર્ડ હાંસલ કરીને ઑલિમ્પિક રમતો માટે ક્વૉલિફાઇ થયેલા સાજન પ્રકાશ અને શ્રીહરિ નટરાજ ભારતના પહેલા સ્વિમર્સ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021