રાજકોટ અને દ્રારકાના પ્રોજેકટના લોકાર્પણના આમંત્રણનો વડાપ્રધાને કરેલો સ્વીકાર: તા.૨૨ના આવે તેવી શકયતા

  • February 05, 2024 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૦ના રોજ વડોદરા ખાતે આદિવાસી મહાસંમેલનમાં આવી રહ્યા છે ૨ લાખની મેદનીનો ટાર્ગેટ વડોદરા ખાતેના આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પછીના માત્ર એકા'દ પખવાડિયામાં જ વડાપ્રધાન ગુજરાતની વધુ એક વખત મુલાકાતે આવશે અને આ વખતે સૌરાષ્ટ્ર્રનો વારો હોય તેવું લાગે છે. દ્રારકા અને રાજકોટના જૂદા–જૂદા પ્રોજેકટના લોકાર્પણ માટેના આમંત્રણનો વડાપ્રધાને સ્વીકાર કર્યેા હોવાનું જાણવા મળે છે.

ગાંધીનગર ખાતેના અને સ્થાનિક ટોચના આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ, રાજકોટમાં એઈમ્સનો પ્રોજેકટ તૈયાર થઈ ચૂકયો છે વડાપ્રધાન ગમ્મે તે ઘડીએ તેના લોકાર્પણ માટે આવે તેવી શકયતાને ધ્યાનમાં રાખી પુરી તૈયારી રાખવા રાજકોટ જિલ્લ ા કલેકટર પ્રભવ જોશીને રાય સરકારે સૂચના આપી દીધી છે. છેલ્લ ા એક સાહમાં પ્રભવ જોશીએ બબ્બે વખત એઈમ્સની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી છે. આવી જ રીતે ઝનાના હોસ્પિટલમાં પણ બધુ કામ પતી ગયું છે. ફાયર એનઓસીથી માંડી બિલ્ડીંગ યુઝ પરમીશન (બીયુપી) પણ મેળવાઈ ગઈ છે. આ બન્ને પ્રોજેકટ ઉપરાંત મહાનગરપાલિકાના અટલ સરોવરના મહત્વકાંક્ષી પ્રોજેકટનું પણ વડાપ્રધાન લોકાર્પણ કરશે.

દ્રારકા અને ઓખાને જોડતા સિેચર બ્રિજનું કામ એકા'દ હજાર કરોડના ખર્ચે પૂરું થઈ ગયું છે. નાણામંત્રી કનુભાઇ દેસાઈએ વિધાનસભાના બજેટ સત્રમાં તે અંગે જાહેરાત પણ કરી છે અને હવે આગામી તા.૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને દ્રારકાના જૂદા–જૂદા પ્રોજેકટોનું લોકાર્પણ કરશે તેવી વાતો બહાર આવી રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાનનો મુખ્ય કાર્યક્રમ રાજકોટ અથવા દ્રારકા રહે અને જે સ્થળે મુખ્ય કાર્યક્રમ હશે ત્યાંથી બીજા પ્રોજેકટનું વચ્ર્યુઅલ લોકાર્પણ કરે તેવી શકયતા છે. વડાપ્રધાન રાજકોટના કાર્યક્રમમાં હાજર રહે તેવી શકયતા વધી જાય છે.

આગામી તા.૧૧ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જસદણ અને વીંછિયા તાલુકાના ૩૩૭ કરોડના જૂદા–જૂદા પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહર્તના કાર્યક્રમમાં આવી રહ્યા છે. રાજકોટ એરપોર્ટ પર અથવા તો અન્ય કોઈ જગ્યાએ મુખ્યમંત્રી સ્થાનિક પ્રશાસન પાસે જૂદા–જૂદા પ્રોજેકટની સમીક્ષા માટે મીટિંગ યોજે તેવી વાતો પણ બહાર આવી રહી છે. આ ઉપરાંત તા.૧૨ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ટંકારા આવી રહ્યા હોવાની વાતો છે અને વડાપ્રધાનની આગામી તા.૨૨ની સંભવિત મુલાકાતને ધ્યાને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા પણ કરશે. સૌરાષ્ટ્ર્રના ધાર્મિક પ્રવાસન સ્થળ દ્રારકા અને બેટ દ્રારકાને જોડતા સિેચર બ્રીજની કામગીરી પૂર્ણ થઇ છે. હવે તેનું લોકાર્પણ થવાનું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હેતુ મટે ૨૨મી ફેબ્રુઆરીએ દ્રારકા આવે તેવી સંભાવના છે.

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે દ્રારકા અને બેટદ્રારકાને જોડતા બ્રીજનું લોકાર્પણ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે આમંત્રણ સ્વિકાયુ છે. અંદાજે ૧૦૦૦ કરોડના ખર્ચે ૨.૭૫ કિલોમીટર લાંબો સિેચર બ્રીજ બનાવવામાં આવ્યો છે. બેટ દ્રારકા જવા માટે હવે બોટનો ઉપયોગ કરવો નહીં પડે.અત્યાર સુધી બેટ દ્રારકા જવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. બેટદ્રારકા જવા માટે યારે પ્રવાસીઓનો ધસારો હોય ત્યારે બોટમાં જવા માટે ટ્રાફિક જામ થઇ જતો હતો. આ બ્રીજ બનતાં હવે ભાવિકો તેનો ઉપયોગ કરીને બેટદ્રારકા પહોંચી શકશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News