વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગરને મેટ્રો રેલની ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન તેઓ મેટ્રો રેલની રાઈડ પણ લેશે રાયસણ મેટ્રો સ્ટેશન પર ત્યાંના રહેવાસીઓ સાથે સંવાદ પણ કરશે સેકટર એક મેટ્રો સ્ટેશનથી બેસીને ગિટ સિટી સુધી જશે ત્યાં કાર્યક્રમમાં હાજરી આપશે અને મોદીના હસ્તે લોકાર્પણ બાદ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સેકટર ૧ અને ગિટ સિટી સુધી મેટ્રો ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે. આમ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવવા જવા માટે વધારાની એક સુવિધા નો પ્રારભં થશે. વડાપ્રધાન ના આગમનને લઈને વિવિધ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવનાર છે તેને લઈને કેન્દ્રીય સુરક્ષા એજન્સીને એલર્ટ કરવામાં આવી છે જેણે ગાંધીનગર સી.પી અને અમદાવાદ સી.પી સાથે તબક્કા વાર બેઠકો યોજી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી સપ્ટેમ્બરે જ ગાંધીનગર આવશે અને રાત્રિ રોકાણ પણ ક૨શે. ૧૬મીએ સવારે મહાત્મા મંદિર ખાતે યોજાનારી ગ્લોબલ રીન્યુએબલ એનજીર્ની ઇવેન્ટમાં હાજરી આપશે. બપોરે ૧.૩૦ કલાકે તેઓ સેકટર–૧ (ચ–૨) મેટ્રો સ્ટેશન ખાતે પહોંચશે. તેઓ સ્ટેશન ૫૨ સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કરશે અને મેટ્રો રેલને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી લોકાર્પણ કરશે. અહીંથી જ તેઓ મેટ્રો રેલમાં બેસીને ગિટ સિટી જશે.રસ્તામાં રાયસણ મેટ્રો સ્ટેશન પર લોકોને મળીને તેમની સાથે સંવાદ કરશે. તેઓ રાયસણના નાગરિકોને તે પ્રકારનું આયોજન થઇ રહ્યું આ ઉપરાંત જીએનએલયુ જંકશન ૫૨ પણ તેઓ નાગરિકોને મુલાકાત આપે તેવી શકયતા જોવાય રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાવી દેવામાં આવી છે આ માટે એસઓજીની ટીમ તૈનાત કરી દેવાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના પગલે ગાંધીનગરનું સમગ્ર વહીવટી તત્રં તૈયા૨ીઓમાં લાગ્યું છે. મોદી ગાંધીનગરના સેકટર–૧ મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલનો પ્રારભં કરશે આથી આ સ્ટેશન ખાસ શણગારવામાં આવ્યું છે. ઉપરાંત મોદી મેટ્રોમાં બેસીને ગિટ સિટી સુધી જવાના હોવાથી આ ટમાં આવતા તમામ મેટ્રો સ્ટેશનને સજાવવામાં આવશે. એટલું જ નહીં મેટ્રો રેલના ટ પર રસ્તાનું બ્યુટીફિકેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી ૧૬મીએ સાંજે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ ૧૫ અને ૧૬ સપ્ટેમ્બર બે રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. ૧૭મીએ સવારે ૮.૩૦ વાગ્યે તેઓ પરત ફ૨વા અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
મોદીના આગમનના પગલે તેઓ જે ટ પર જવાના છે તે તમામ રસ્તાઓનું પેચવર્ક અને રીસરફેસીંગ યુદ્ધના ધો૨ણે હાથ ધરવામાં આવ્યું છે. શહેરના તમામ રસ્તા બિસ્માર છે પરંતુ પ્રાયોરિટીમાં ધોળાકૂવા– ગિટ સિટી રોડ અને પીડીપીયુ રોડ પર મહાનગરપાલિકા અને માર્ગ– મકાન વિભાગ દ્રારા સંયુકત રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech