વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુભાઇ પટેલને રાજકીય ગુરુ માનતા હતા

  • October 29, 2020 05:22 PM 843 views

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની ઉમરે ગુરુવાર સવારે નિધન થયું છે. ગુજરાતમાં ભાજપનો પાયો મજબૂત કરનાર કેશુભાઇ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય ગુરુ માનતા હતા. કેશુભાઈના અવસાન બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું, ' જનસંઘ અનર ભાજપને ગુજરાતમાં મજબુત કરવા માટે કેશુભાઇએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

 

કહેવાય છે કે નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ચૂંટણી જીત્યા છે ત્યારે તેઓએ ચુંટણી બાદ કેશુભાઇના આશીર્વાદ ચોક્કસ છે.એટલુજ નહી પરંતુ. આશીર્વાદ લીધા બાદ તેઓ મીઠાઈથી કેશુભાઇનું મો મીઠું કરાવતા હતા. નરેન્દ્ર મોદી માત્ર રાજ્યની કે વિધાનસભાની ચૂંટણીમાં જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણી જીત્યા પછી પણ કેશુભાઈના આશીર્વાદ ચોકકસ લેતા હતા. એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના અડાલજ ખાતે શિક્ષા ભવન અને વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ મંચ પર પહોંચ્યા ત્યારે કેશુભાઈ પટેલ પહેલાથી જ ત્યાં હાજર હતા. ત્યાર્રે વડા પ્રધાન મોદીએ તેમની પાસે જઈને હાથ મિલાવવાને બદલે કેશુભાઇના પગને સ્પર્શ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application